માોરબીઃ માળીયાના હરીપર ગામ પાસે કાર સાથે ટ્રક અથડાતા જામનગરના વૃદ્ધ દંપતી ઈજાગ્રસ્ત થયા હતા, ત્યારબાદ તેમને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં આજે સારવાર દરમિયાન પત્નીનું મોત નીપજ્યું હતું.
માળીયા નજીક કાર-ટ્રક વચ્ચે અકસ્માત, મહિલાનું મોત - morbi latest news
જામનગરના વૃદ્ધ દંપતીની કારને માળીયાના હરીપર ગામ પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં કાર ટ્રક સાથે અથડાતા ઇજા પામેલા દંપતીને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં આજે સારવાર દરમિયાન પત્નીનું મોત નીપજ્યું હતું.
![માળીયા નજીક કાર-ટ્રક વચ્ચે અકસ્માત, મહિલાનું મોત કાર અને ટ્રક વચ્ચે અકસ્માત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6020548-thumbnail-3x2-mm.jpg)
કાર અને ટ્રક વચ્ચે અકસ્માત
આ બનાવની મળતી માહિતી મુજબ, જામનગરના કાલાવાડ તાલુકાના નિકાવા ગામે રહેતા હસનશા અબ્દુલશા શાહમદાર (ઉ.૬૨) અને તેમના પત્ની બાનુંબેન હસનશા શાહમદાર (ઉ.૫૨) પોતાની કાર લઈને જતા હતા, તે દરમિયાન માળીયા મિયાણાના હરિપર ગામની ગોળાઈ પાસેથી પસાર થતા તેમની કાર ટ્રક સાથે અથડાતા કારમાં સવાર દંપતીને ગંભીર ઈજા થતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા, જ્યાં બાનુંબેનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે માળિયા પોલીસે નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.