ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીના મકનસર નજીક માલવાહક ટ્રેને ભેંસને અડફેટે લીધી, ટ્રેનનું એક વેગન ખડી પડયું - મોરબી ગ્રામીણ ન્યુઝ

મોરબીના મકનસર નજીક ગતરાત્રીના ભેંસ સાથે માલવાહક ગાડી અથડાતા એક વેગન ખડી પડયું હતું. રાત્રીના ખડી પડેલું વેગન સવાર સુધી ત્યાંથી દૂર થયું ન હોવાથી ટ્રેન વ્યવહાર બંધ જોવા મળ્યો હતો છે. આ અકસ્માતમાં ભેંસનું મોત થયું હતું.

accident-between-a-goods-train-and-a-buffalo-near-makansar-in-morbi
મોરબીના મકનસર નજીક માલવાહક ટ્રેન અને ભેંસ વચ્ચે અકસ્માત, ટ્રેનનું એક વેગન ખડી પડયું

By

Published : Oct 28, 2020, 3:46 PM IST

Updated : Oct 28, 2020, 4:01 PM IST

  • મોરબીના મકનસર નજીક માલવાહક ટ્રેને ભેંસને લીધી અડફેટે
  • ટ્રેનનું વેગન ખડી જતાં ટ્રેન વ્યવહાર બંધ
  • રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા

મોરબીઃ તાલુકાના મકનસર નજીક ગતરાત્રીના માલવાહક ગાડી સાથે ભેંસ અથડાતા ટ્રેનનું એક વેગન ખડી પડયું હતું. રાત્રીના ખડી પડેલું વેગન સવાર સુધી ત્યાંથી દૂર થયું ન હોવાથી ટ્રેન વ્યવહાર બંધ જોવા મળ્યો હતો છે.

આ અકસ્માતમાં ભેંસનું મોત

અમદાવાદથી કોલસો ભરવા માટે એક માલવાહક ટ્રેન રાત્રિના લગભગ નવ વાગ્યાની આસપાસ મોરબી તાલુકાના મકનસર નજીક પહોંચી હતી. આ ટ્રેન ભેંસ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ભેંસનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તો બીજી તરફ આ ભયાનક અકસ્માતમાં ટ્રેનનું એક વેગન પણ ખડી પડયું હતું.

મોરબીના મકનસર નજીક માલવાહક ટ્રેન અને ભેંસ વચ્ચે અકસ્માત, ટ્રેનનું એક વેગન ખડી પડયું

ટ્રેનનું ભરેલુ વેગન દૂર થયા બાદ ટ્રેન વ્યવહાર ફરી શરૂ થશે

ઘટનાની જાણ થતાં મોરબી, માળીયા, વાંકાનેર રેલ્વેની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. આ સાથે અકસ્માત મોટો હોવાથી રાજકોટના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળ પર રાત્રિના સમયે જ પહોંચી ગયા હતા. ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે આવી બંને બાજુએ રહેલા અન્ય વેગનો એન્જિન દ્વારા લઈ જવામાં આવ્યા હતા. તેમજ ખડી પડેલા વેગને લગભગ ૧૨ કલાક વીતી ગયા હોવા છતાં ત્યાંથી દૂર ન થયું હોવાથી હાલ ટ્રેન વ્યવહાર બંધ છે. તો આ ટ્રેનનું ઘરેલુ વેગન દૂર થયા બાદ જ ફરી ટ્રેન વ્યવહાર શરૂ થઈ શકશે.

ટ્રેન વ્યવહાર ફરીથી કાર્યરત

મોરબી મકનસર નજીક જે ભેંસ અને ટ્રેન વચ્ચે અકસ્માત થયો હોવાથી વેગન ખડી જતા ટ્રેન ટ્રેક ઉપર હોવાથી લગભગ 14 જગ્યાએ રેલવેના પાટાઓમાં નુકસાની થઈ છે. જેથી આ રીપેરીંગ માટે અંદાજે પાંચ દિવસ જેટલો સમય લાગશે, પરંતુ વેગન દૂર થયા બાદ રેલ્વે વ્યવહાર ફરી શરૂ થઈ જશે. હાલ ટ્રેન વ્યવહાર ફરીથી કાર્યરત થયો છે.

Last Updated : Oct 28, 2020, 4:01 PM IST

ABOUT THE AUTHOR

...view details