મોરબીમાં:વર્ષ 2017માં સગીરાને લલચાવી ફોસલાવી અપહરણ કરી જનાર આરોપીને પોલીસે ઝડપી લઈને આ અંગેનો કેસ મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને ગુનેગાર ઠેરવીને પાંચ વર્ષની સજા અને રૂપિયા 5000નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
આ પણ વાંચો મોરબી RTO ને થઈ કરોડોની આવક, ઓનલાઇન એપ્લિકેશનનો આ કેવો જાદૂ
દંડ ફટકાર્યો:મોરબી નજીકની રહેવાસી યુવતી વર્ષ 2017માં 16 વર્ષની હતી ત્યારે ધોરણ 10માં અભ્યાસ કરતી હતી. ટ્યુશનમાં પણ જતી હોય ત્યારે આદીલ ગફાર સોલંકીના પરિચયમાં આવ્યા બાદ આરોપી આદીલ સોલંકી સગીરાનું અપહરણ કરી ગયો હતો. જે બનાવ મામલે ભોગ બનનાર સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી. સગીરાને યુવક સાથે પ્રેમસંબંધ હોય અને તેની સાથે ગઈ હતી. બંનેએ શરીર સંબંધ પણ બાંધ્યો ના હતો તેવું નિવેદન નોંધાવ્યું હતું.
આ પણ વાંચો Morbi news: મોરબી નગરપાલિકાની ખાસ સાધારણ સભા, જરૂરી સાધનિક કાગળો અને આધાર પુરાવા સરકારમાંથી માંગવા સર્વાનુમતે ઠરાવ
ઝડપી લીધો:અપહરણની ફરિયાદને પગલે બી ડીવીઝન પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. કોર્ટમાં કેસ ચાલી જતા મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટમાં સરકારી વકીલ વિજય જાનીની દલીલો તેમજ 18 મૌખિક પુરાવા અને 24 દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈને કોર્ટે આરોપી આદીલ ગફાર સોલંકીને દોષિત ઠેરવ્યો હતો. જેમાં આઈપીસી કલમ 363 હેઠળ 3 વર્ષની સજા અને 2000 રૂપિયા દંડ તેમજ આઈપીસી કલમ 366 ના ગુનામાં 5 વર્ષની સજા અને 3 હજાર દંડ ફટકારી બંને સજા સાથે ભોગવવા હુકમ કરવામાં આવ્યો હતો. જેથી આરોપીને કુલ પાંચ વર્ષની કેદની સજા અને પાંચ હજાર રૂપિયા દંડ ફટકાર્યો હતો.