ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીના હળવદમાં સગીરાના અપહરણ કેસના આરોપીને એસઓજીની ટીમે ઝડપી પાડ્યો - Halvad

મોરબીઃ જિલ્લાના હળવદમાં સગીરા અપહરણ કેસમાં છ માસથી નાસતા ફરતા આરોપીને એસઓજી ટીમે ઝડપી લીધો છે. તેમજ ભોગ બનનારને શોધી કાઢીને પરિવારને સોપવા તજવીજ હાથ ધરી છે. એસઓજીએ ભોગ બનનારને શોધવાની સાથે આરોપી વિરૂધ્ધ આઇપીસી કલમ મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપી રમેશ ઉર્ફે લગેશ રામસિંગ ડૂમાલીયા

By

Published : Jul 8, 2019, 7:52 AM IST

મોરબી જિલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચનાથી જિલ્લામાં સગીરવયના બાળક ગુમ અપહરણ થયેલાઓને શોધી કાઢવા એસઓજી ઇન્ચાર્જ પીઆઈ જે એમ આલના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમના કિશોરભાઈ મકવાણાને મળેલી બાતમી મુજબ સુરેન્દ્રનગર જીલ્લાના રામપર ગામની સીમમાં અપહરણનો આરોપી હોય જ્યાં તપાસ કરતા હળવદ પોલીસ મથકમાં અપહરણ કેસમાં નાસતો ફરતો આરોપી રમેશ ઉર્ફે લગેશ રામસિંગ ડૂમાલીયાને ઝડપી લઈને તેમજ ભોગ બનનાર મળી આવતા આરોપીની અટકાયત કરવામાં આવી છે અને ભોગ બનનારને તેના વાલીને સોપવા હળવદ પોલીસ સ્ટેશનમાં સોપી આપવામાં આવેલ છે.

આરોપી રમેશ ઉર્ફે લગેશ રામસિંગ ડૂમાલીયા

ABOUT THE AUTHOR

...view details