ગુજરાત

gujarat

ETV Bharat / state

આમ આદમી પાર્ટી મોરબી જીલ્લા દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ સાથે આક્રોશ પ્રદર્શન - આમ આદમી પાર્ટી મોરબી જીલ્લા દ્વારા "શ્રદ્ધાંજલિ" સાથે "આક્રોશ પ્રદર્શન" કરવામાં આવ્યું

ચીન દ્વારા ભારતીય સૈનિકો ઉપર કરવામાં આવેેેેલા હુમલાના વિરોધમાં મોરબીમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે ત્યારે આમ આદમી પાર્ટી મોરબી જીલ્લા દ્વારા મોરબી જિલ્લા પ્રભારી ભરત બારોટની આગેવાનીમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપી આક્રોશ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આમ આદમી પાર્ટી મોરબી જીલ્લા દ્વારા "શ્રદ્ધાંજલિ" સાથે "આક્રોશ પ્રદર્શન" કરવામાં આવ્યું
આમ આદમી પાર્ટી મોરબી જીલ્લા દ્વારા "શ્રદ્ધાંજલિ" સાથે "આક્રોશ પ્રદર્શન" કરવામાં આવ્યું

By

Published : Jun 21, 2020, 4:12 PM IST

મોરબી: તાજેતરમાં બનેલી ચીન દ્વારા ભારતીય જવાનો પર હુમલાની ઘટનાને લઈને દેશભરમાં પ્રચંડ આક્રોશ જોવા મળી રહ્યો છે. આ દુર્ઘટનામાં 20 જેટલા ભારતીય સેનાના બહાદુર જવાનોએ શહીદી વહોરી છે. ચીનના આ કાયરતાભર્યા પગલાંનો આમ આદમી પાર્ટી ગુજરાતના કાર્યકરો દ્વારા સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે.

જેના ભાગરૂપે મોરબી ગાંધી ચોકમાં આવેલ શહિદ ભગતસિંહના સ્ટેચ્યુ પાસે મોરબી આમ આદમી પાર્ટી દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તેમજ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details