મોરબીના આમરણ ગામે આવેલી સી.એલ.પરીખ હાઈસ્કૂલમાં ધોરણ 9 અને 10નો અભ્યાસ ચાલે છે અને ગ્રાન્ટેડ શાળાની સ્થાપના વર્ષ 1961માં કરવામાં આવી હતી. જે બાદ આ શાળાની બિલ્ડીંગનું સમારકામ કરવામાં આવ્યું નથી. જેથી શાળાની હાલત જર્જરિત છે. શાળાની છતમાંથી પોપડા ખરે છે અને જર્જરિત ઈમારત ગમે ત્યારે અકસ્માત સર્જી શકે છે.
મોરબીની આમરણ હાઈસ્કૂલ જર્જરિત હાલતમાં, વાંચો ETVનો વિશેષ અહેવાલ શાળાના ઇન્ચાર્જ આચાર્યએ જણાવ્યું કે, આમરણ ચોવીસી કહેવાતા 24 ગામોના 172 વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરે છે. જો કે, શાળાની સ્થિતિ સારી નથી અને તાકીદે સમારકામની જરુર છે. અગાઉ સમારકામ કરવામાં આવ્યું હતું. પરંતુ, બિલ્ડીંગ હાલ જર્જરિત હાલતમાં છે. બીજા ગામે સ્થળાતર થઇ શકે તેવી કોઈ જગ્યા નથી.
શાળાના ટ્રસ્ટીઓ દ્વારા સમારકામ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓને પણ જીવના જોખમ સાથે શિક્ષણ લેવા મજબૂર છે.
આમરણ ગામની હાઈસ્કૂલની જર્જરિત સ્થિતિ અંગે મોરબી જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું કે, શાળાના બિલ્ડીંગ અંગે ફરિયાદ મળતા 14 ઓગસ્ટના રોજ વિઝીટ કરવામાં આવી હતી. આ અંગે આચાર્ય અને ટ્રસ્ટીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. જો કે, શાળાએ સલામતી અંગેનું પ્રમાણપત્ર લીધું નથી અને મકાન વપરાશ લાયકના હોવાનું પ્રમાણપત્ર પણ મળ્યું હોવાનું ધ્યાનમાં આવ્યું છે. ગ્રાન્ટેડ શાળા હોવા છતાં ગ્રાંન્ટનો નિયમ મુજબ વપરાશ કરવામાં આવ્યો નથી. જરૂરી સમારકામ કરવામાં બેદરકારી રાખવામાં આવી છે. હવે જોવાનું રહ્યું કે, આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે, નહી?