મોરબીઃ જિલ્લાની ચૂંટણી અંગેની સમીક્ષા બેઠકમાં મોરબી-માળીયા વિધાનસભાના ચૂંટણી ઇન્ચાર્જ તરીકે મહેશ રાજ્યગુરુની નિમણૂક કરવામાં આવી હતી. બેઠકમાં મોરબી જિલ્લા સંગઠન અને મોરબી પેટા ચૂંટણી લડવાની તૈયારીને લઈને સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં આપ નેતાઓએ ભાજપ અને કોંગ્રેસ મિલીભગતથી ગુજરાત સરકાર ચાલી રહી હોવાના આક્ષેપો કર્યા હતા અને ગુજરાત સરકાર લોકોની વાત સાંભળતી નથી અને કોંગ્રેસ લોકોનો અવાજ બનવામાં નિષ્ફળ રહી હોવાનું જણાવ્યું હતું.
મોરબી પેટા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ? આપ દ્વારા ચૂંટણી લડવાની તૈયારી અંગે બેઠક - ત્રીજો મોરચો
આમ આદમી પાર્ટી મોરબી જિલ્લામાં સક્રિય થઇ રહી છે, વર્ષના અંતે નગરપાલિકા ચુંટણી યોજાવાની છે અને સંભવત તે પૂર્વે મોરબી-માળીયા વિધાનસભાની ખાલી પડેલ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ શકે છે, જેને ધ્યાને લઈને આમ આદમી પાર્ટી મોરબીની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જે બેઠકમાં જિલ્લા પ્રભારી ભરતભાઈ બારોટ, શહેર પ્રમુખ મહેશભાઈ રાજ્યગુરુ, શહેર મહામંત્રી પરેશભાઈ પારિયાસહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

મોરબી પેટા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ? આપ દ્વારા ચુંટણી લડવાની તૈયારી અંગે બેઠક
મોરબી પેટા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ? આપ દ્વારા ચૂંટણી લડવાની તૈયારી અંગે બેઠક
આમ આદમી પાર્ટી, ભાજપ-કોંગ્રેસનો વિકલ્પ બનવા તૈયાર હોવાનું જણાવ્યું હતું. આમ આદમી પાર્ટી ચૂંટણીમાં ઝંપલાવે તો ત્રીપાંખિયો જંગ જામી શકે છે. જોકે મોરબીમાં ત્રીજો મોરચો કેટલો સફળ રહે છે તે જોવું રસપ્રદ બની રહેશે.