મોરબી: આમ આદમી પાર્ટી મોરબી શહેર દ્વારા વધતા જતા પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાનો વિરોધ કરવામાં આવ્યો હતો અને આપ આગેવાનોએ પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો.
મોરબીમાં પેટ્રોલ-ડીઝલના ભાવવધારા મુદ્દે આમ આદમી પાર્ટીએ વિરોધ પ્રદર્શન કર્યું - Morbi latest updates
દેશભરમાં કોરોના મહામારીને કારણે થયેલા લોકડાઉનમાં દરેક લોકોની આર્થિક સ્થિતિ પર અસર પડી છે. આ મંદીના માહોલ વચ્ચે હવે સામાન્ય જનતાને પેટ્રોલ ડીઝલના ભાવ વધારોનો પણ સામનો કરવો પડે છે, ત્યારે મોરબીમાં પેટ્રોલ ડીઝલના ભાવવધારા મુદ્દે આમ આદમી પાર્ટીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
મોરબીમાં પેટ્રોલ ડીઝલના ભાવવધારા મુદે આમ આદમી પાર્ટીએ વિરોધ પ્રદર્શન કર્યું
આમ આદમી પાર્ટી ગુજરાતના નેતૃત્વ હેઠળ સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં આમ આદમી પાર્ટી મોરબી દ્વારા ગાંધી ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રભારી ભરતભાઈ બારોટ, શહેર પ્રમુખ મહેશભાઈ રાજ્યગુરુ તેમજ શહેર મહામંત્રી પરેશ પારીઆ સહિતના અગ્રણીઓ તેમજ કાર્યકરો જોડાયા હતા.પેટ્રોલ ડીઝલના ભાવ વધારાથી સમગ્ર દેશની જનતા પર વધારોનો બોજ પડ્યો છે.