મોરબીઃ શહેરમાં આધારના ટ્રાન્ઝેકશનમાં વધારો કરવાના હેતુથી મોરબીની પોસ્ટ ઓફિસમાં આધાર ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરબીની મુખ્ય પોસ્ટ ઓફીસ ખાતે આધાર કાર્ડ કેમ્પનો લાભ લેવા નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આધાર ડેના દિવસે દરેક નિયુક્ત પોસ્ટ ઓફીસમાં આધાર કેમ્પ યોજવામાં આવેલ જેમાં મોરબીની મુખ્ય પોસ્ટ ઓફિસમાં પણ આધાર કાર્ડ ડેની ઉજવણી કરાઈ હતી.
મોરબીમાં પોસ્ટ ઓફિસમાં આધારકાર્ડ કેમ્પ યોજાયો - આધાર કાર્ડ ડે
મોરબીમાં આધારના ટ્રાન્ઝેકશનમાં વધારો કરવાના હેતુથી પોસ્ટ ઓફિસમાં આધારકાર્ડ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આધારકાર્ડ કેમ્પનો લાભ લેવા નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
આધાર કાર્ડ કેમ્પ
આધાર ડેમાં પબ્લિકના ઘસારાને પહોંચી વળવા માટે દરેક પોસ્ટ માસ્તરે જરૂરી વ્યવસ્થા કરવા સુચના આપવામાં આવી હતી અને યોગ્ય વ્યવસ્થા સાથે આધાર કાર્ડ નવા બનાવવા તેમજ અપડેટ કરવા સહિતની કામગીરી કરવામાં આવી હતી. આ કેમ્પનો લાભ લેવા આવેલ લાભાર્થીઓએ જણાવ્યું હતું કે, આધારકાર્ડ આજે અતિ જરૂરી બની ગયું છે બેંકથી લઈને દરેક સ્થળે આધારકાર્ડ ફરજીયાત છે, ત્યારે જે નાગરિકો પાસે આધારકાર્ડ ના હોય તેના માટે આ પ્રકાશના કેમ્પ ઉપયોગી સાબિત થાય છે.