- મોરબીના હળવદ ગામે યુવાનનું કેનાલમાં ડુબવાના કારણે મૃત્યુ
- યુવાન કેનાલમાં ન્હવા પડ્યો હતો
- પોલીસે તપાસ હાથ ધરી
હળવદ : જિલ્લામાં આવેલી હોટલ હરિદર્શન પાછળથી પસાર થતી નર્મદા કેનાલમાં 40 વર્ષીય યુવાન ડૂબી ગયો હતો. બાદમાં તરવૈયાઓ અને પોલીસ દ્વારા યુવાનની શોધખોળ કરવામાં આવી હતી. આ દરમિયાન યુવકનો મૃતદેહ મળ્યો હતો.
આ પણ વાંચો : ભચાઉમાં પાણીની કેનાલમાં પાણી પીવા ઉતરેલા 3 જણ ડૂબ્યાં, એકનો મૃતદેહ મળ્યો
સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો
હળવદ શહેરમાં આવેલ રાણેકપર રોડ પર પસાર થતી નર્મદા કેનાલમાં વિજયભાઈ ચમનભાઈ હળવદિયા (ઉંમર વર્ષ 40) કેનાલમાં ન્હાવા જતા ડૂબી ગયા હોવાનું સામે આવ્યું હતું. પોલીસ દ્વારા હળવદ GIDC વિસ્તાર તરવૈયાઓની મદદથી યુવાનની કેનાલમાં શોધખોળ આદરી હતી. જે દરમિયાન તરવૈયા ટીમને યુવકનો મૃતદેહ હાથ લાગ્યો હતો.જેથી પોલીસે મૃતકના મૃતદેહને પી એમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખસેડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.