ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં યોજાયો મતદાન જાગૃતિ કાર્યક્રમ - EVM-VVPAT

મોરબી: ભારતીય ચૂંટણી પંચના આદેશ અનુસાર લોકસભા ચૂંટણીની તમામ તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. તેમજ વધુમાં વધુ લોકો લોકશાહીના પર્વમાં જોડાય તે માટે મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

સ્પોટ ફોટો

By

Published : Apr 4, 2019, 8:09 AM IST

મોરબી શાળાના શનાળા રોડ પર સરદાર બાગ નજીક જિલ્લા કલેક્ટર અને જિલ્લા અધિકારી આર.જે માકડિયાના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સેલ્ફી ઝોન બનાવી મતદાતાઓને જાગૃત કરવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તેમજ સાઈન બોર્ડ દ્વારા મતદાન જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. EVM-VVPAT મશીન વિશે લોકોને માહિતી આપવામાં આવી હતી.

મતદાન જાગૃતિ કાર્યક્રમ

મતદાન જાગૃતિ કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારી આર.જે માંકડિયા, અધિક કલેક્ટર કેતન જોષી, નાયબ ચૂંટણી અધિકારી ગઢવી, મામલતદાર ડી.એ જાડેજા, જિલ્લા શિક્ષણ અધિકારી બી.એમ સોલંકી, પ્રાથમિક શિક્ષણ અધિકારી મયુર પારેખ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહી લોકોને મતદાન કરવા અપીલ કરી હતી.


ABOUT THE AUTHOR

...view details