મોરબી: માળિયાના બગસરા ગામેથી ચોરી કરાયેલ ડીઝલનો જથ્થો ઝડપાયો - stolen diesel news
મોરબી: માળિયામાં ડીઝલ ચોરીને પગલે પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બગસરા ગામમાં એક ઘરમાં ચોરીનો જથ્થો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો કરીને ડીઝલ ચોરીનો મુદામાલ જપ્ત કર્યો છે

મોરબી
ડીઝલ ચોરી મામલે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે બગસરા ગામમાં રહેતા સોમાભાઈ સવજીભાઈ કોળી (ઉ.વ.22)ના ઘરમાં દરોડો કર્યો હતો. તપાસમાં ચોરી થયેલું 30-30 લીટરના ડીઝલ ભરેલા ચાર કેરબા મળી આવ્યા હતા. જે 120 લિટરની કિંમત રૂ. 8400નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.