મોરબી: મોરબીના ટાઉન હોલ ખાતે ધ હિન્દુત્વ પેરેડાઈમ પુસ્તકના લેખક રામ માધવના (Ram Madhav, author of Hindutva Paradigm) વક્તવ્યનું આયોજન કરવામાં (speech was held in Morbi) આવ્યું હતું. જે પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારિયા, પ્રધાન બ્રિજેશ મેરજા, અગ્રણી ઉદ્યોગપતિ જયસુખભાઈ પટેલ, અગ્રણી ઉદ્યોગપતિ જીતુ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુત્વ મુદ્દે છણાવટ કરી
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય કાર્યકારિણી સદસ્ય એવા રામ માધવે હિન્દુત્વ મુદ્દે છણાવટ કરી હતી. હિન્દુત્વ વિષે વાત કરતા જણાવ્યું હતું કે, હિન્દુઓએ પોતાની લીટી મોટી કરવી જોઈએ. આ પ્રસંગે મોરબી પધારેલા રામ માધવનું સીમા જાગરણ મંચ સાગર ભારતી અને ભારત વિકાસ પરિષદ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.