મોરબીમાં વેરા સમાધાન યોજના વિશે સેમિનાર યોજાયો - Tax settlement scheme in Morbi
મોરબી: શહેરમાં સિરામિક એસોસિયેશન અને GST ડિપાર્ટમેન્ટના સંયુક્ત ઉપક્રમે રાજ્ય સરકાર તરફથી જાહેર કરેલ વેરા સમાધાન યોજના 2019 વિશે સંપૂર્ણ માહિતી આપવા મોરબી સિરામિક એસોસિએશન હોલ ખાતે સેમીનાર યોજવામાં આવ્યો હતો.
મોરબીમાં વેરા સમાધાન યોજના વિષે માહિતી આપવા સેમીનાર યોજાયો
મોરબીમાં વેરા સમાધાન યોજના વિષે માહિતી આપવા સેમીનાર યોજાયો હતો. સેમિનારમાં SGST જોઇન્ટ કમિશનર ત્રિવેદી, જોઇન્ટ કમિશ્નર શેખ, ડેપ્યુટી કમિશ્નર ડૉ. બી. કે. પટેલ અને ડેપ્યુટી કમિશ્નર ગોયાણી સહિતના હાજર રહીને નવી સ્કીમ વિશે ઉદ્યોગકારોને માહિતી આપવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકારની વેરા સમાધાન યોજના વિશે ઉદ્યોગકારોના વિવિધ પ્રશ્નોના જવાબો આપીને સમાધાન કરવામાં આવ્યું હતું.