મોરબીમાં પ્રેક્ટીસ કરતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટે સેમીનાર યોજાયો હતો. જેમાં પ્રી કોશન ટૂ બી ટેક્ન વાઇલ ફીનાલાઈઝેશન પ્રાઈવેટ લીમીટેડ કંપની એન્ડ LLP એન્ડ IL & FS કેસ એન્ડ ઓડીટર્સ રોલ વિષય પર નિષ્ણાંત દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સેમિનારમાં ઉપસ્થિત વક્તા ચિંતન પટેલે CAને ઓડીટર રીપોર્ટમાં થયેલાં બદલાવ વિશે જાણકારી આપી હતી.
મોરબીમાં પ્રેક્ટીસ કરતાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટે સેમીનાર યોજાયો - seminar for a trainee chartered accountant
મોરબીઃ શેહરમાં પ્રેક્ટીસ કરતાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમીનારમાં ઓડીટમાં ધ્યાનમાં લેવાની બાબતો, નિયમો અને ફરજો વિશે જાણકારી આપી હતી. તેમજ તેમને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ લાવી યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.
આ ઉપરાંત કંપની એક્ટમાં ક્યાં પ્રોવિઝન છે, ઓડીટમાં કઈ વસ્તુનું ધ્યાન રાખવું, ઓડીટર રીપોર્ટમાં શું ચેન્જ થયું છે સહિતની માહિતી આપી હતી. સાથે જ ઓડીટર રીપોર્ટમાં નવા ફોર્મ વિશે માહિતી આપીને મોરબીમાં સિરામિક કંપની પ્રાઈવેટ લીમીટેડ તેમજ LLP છે.
જેમાં ઓડીટર રીપોર્ટ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ સરકારને CA પાસેથી શું અપેક્ષાઓ છે અને સરકારની જવાબદારી કેવી રીતે પૂરી કરી શકાય તે વિશેની જાણકારી આપી હતી. તેમજ કાર્યક્રમના અંતમાં હાજર પ્રેક્ટીસ કરતાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના પ્રશ્નોના જવાબ આપી તેમની મૂંઝવણનો અંત આણી યોગ્ય દિશા ચિંધી હતી.