ગુજરાત

gujarat

ETV Bharat / state

વાંકાનેરના પાંચદ્વારકા ગામની સીમમાંથી બોલેરો ગાડીમાંથી દારૂનો જથ્થો ઝડપાયો - morbi news

વાંકાનેરના પાંચદ્વારકા ગામની સીમમાં એક બોલેરો ગાડીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય બે શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

Wankaner
વાંકાનેર

By

Published : Jun 29, 2020, 11:45 AM IST

મોરબી : વાંકાનેરના પાંચદ્વારકા ગામની સીમમાં પોલીસ દ્વારા રેડ પાડી બોલેરો ગાડીમાં રાખેલ વિદેશી દારૂના જથ્થા સાથે એકની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે જ પોલીસે રૂ. 10,49,500નો કુલ મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

  • વાંકાનેરના પાંચદ્વારકા ગામની સીમમાં પોલીસે રેડ પાડી
  • વિદેશી દારૂના જથ્થા સાથે એકની ધરપકડ
  • પાલીસે અન્ય બે શખ્સોને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા
  • પોલીસે કુલ મુદામાલ કિંમત રૂપિયા 10,49,500 કબ્જે કર્યો

મળતી માહિતી મુજબ જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા તથા DYSP રાઘીકા ભારાઈના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પોલીસ મથકના વશરામભાઈ દેવાયતભાઈ મેતા અને જગદીશભાઈ ગાબુ તથા અકીલભાઈ હાસમભાઈ બાંભણીયાને મળેલ બાતમીના આધારે પી.એસ.આઈ. પી.સી. મોલીયા સહિતની ટીમે વાંકાનેરના પાંચદ્વારકા ગામની સીમમાં આવેલા આરોપી દીપકભાઈ હિન્દુભાઇ પાંચિયાની વાડીમાં રેડ પાડતા બોલેરો ગાડીમાં વિદેશી દારૂની બોટલ નંગ-110 કિંમત રૂ.3,95,000 તથા બોલેરો પીકઅપ અને બે મોબાઈલ એમ કુલ મુદામાલ કિંમત રૂ.10,49 ,500 સાથે આરોપી દીપકભાઈ હિન્દુભાઇ પાંચિયાને ઝડપી પાડયો હતો. જયારે ધારાભાઇ ઝાલાભાઇ રાતળીયા અને ફારુકને ઝડપી પાડવા વધુ તપાસ ચલાવી છે.

ABOUT THE AUTHOR

...view details