ગુજરાત

gujarat

ETV Bharat / state

દહીંસરા ગામે ખેતરમાં ટાંકો બનાવી છુપાવેલો દારુનો જથ્થો ઝડપાયો - મોરબી પોલીસ

રાજ્ય સહિત મોરબી જિલ્લામાં ગુનાખોરીમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે મોરબીના દહીંસરા ગામે ખેતરમાં ટાંકો બનાવી છુપાવેલો દારુનો જથ્થો ઝડપાયો હતો.

Etv Bharat, Gujarati News, Morbi News
દહીંસરા ગામે ખેતરમાં ટાંકો બનાવી છુપાવેલો દારુનો જથ્થો ઝડપાયો

By

Published : Jan 10, 2021, 10:36 AM IST

  • માળિયાના મોટા દહીંસરા ગામે ખેતરમાં ટાંકો બનાવી છુપાવેલો દારૂનો જથ્થો ઝડપાયો
  • એલસીબી ટીમે બાતમીને આધારે 1188 બોટલ દારૂનો જથ્થો ઝડપ્યો
  • ખેતરમાં ટાંકામાં છુપાવેલો દારૂને એલસીબી ટીમે ઝડપી પાડ્યો
  • દારૂનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

મોરબીઃ માળિયાના મોટા દહીંસરા ગામની સીમમાં ખેતરમાં ટાંકો બનાવી છુપાવી રાખેલો ઈંગ્લિશ દારૂનો જથ્થો છુપાવી રાખ્યો હતો. જ્યાં દરોડો કરીને એલસીબી ટીમે 1188 બોટલ ઈંગ્લિશ દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો.

એલસીબી ટીમે બાતમીને આધારે તપાસ ચલાવી હતી

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માળિયાના મોટા દહીંસરા ગામની સીમમાં અજયસિંહ ભાવુભા જાડેજાએ દશુભા સુખુભા જાડેજા વાળાના ખેતરમાં જમીનમાં ટાંકો બનાવી અંગ્રેજી દારૂનો જથ્થો છુપાવી રાખ્યો હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો કર્યો હતો. ખેતરમાં ખોદીને જમીનમાં બનાવેલા ટાંકામાંથી ઈંગ્લિશ દારૂની બોટલ નંગ 1188 મળી આવતા એલસીબી ટીમે દારૂનો જથ્થો કિંમત રૂપિયા 4,38,300 નો મુદમાલ જપ્ત કર્યો છે અને બંને આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.

ABOUT THE AUTHOR

...view details