ગુજરાત

gujarat

ETV Bharat / state

માળીયાના મોટા દહીંસરા ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો - ગુજરાત ક્રાઈમ ન્યુઝ

મોરબી જિલ્લાના માળીયા તાલુકાના મોટાદહિંસરા ગામેથી જિલ્લા પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. મળેલા જથ્થામાં વિદેશી દારૂની 408 બોટલ છે, જે રૂપિયા 1,22,400ની કિંમતનો જથ્થો છે. ત્યાર બાદ પોલીસે આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

માળીયાના મોટા દહીંસરા ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
માળીયાના મોટા દહીંસરા ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

By

Published : Jun 19, 2020, 2:06 PM IST

મોરબીઃ માળીયાના મોટા દહીંસરા ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. જિલ્લા પોલીસે માળિયા તાલુકાના મોટા દહીંસરા ગામે વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે જિલ્લા પોલીસની અલગ અલગ ટીમોએ એક સાથે દરોડો પાડી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ત્યાર બાદ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા પોલીસ ડો.કરનરાજ વાઘેલા તથા DySp રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ જિલ્લા LCB, SOG તથા માળિયા પોલીસ, મોરબી એ ડીવીઝન, બી ડીવીઝન અને તાલુકા પોલીસ મથકન સ્ટાફની ટીમો બનાવી હતી, મોટા દહીંસરા ગામે અવારનવાર પકડાયેલા ઇસમોને ત્યાં જુદી જુદી ટીમો બનાવી દરોડો પાડતા DySp રાધિકા ભારાઈને બાતમી મળેલી હતી કે, આરોપી અજયસિંહ ભાવુભા જાડેજા અને હરદેવસિંહ ભાવુભા જાડેજા દહીંસરા ગામે ધર્મેન્દ્રસિંહ બચુભા જાડેજાના પડતર મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવીને રાખ્યો છે. આ બાતમીના આધારે દરોડા પાડી ત્યાંથી વિદેશી દારૂની 408 બોટલ રૂપિયા 1,22,400 કિંમતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. પરંતુ ત્યાં આરોપીઓ હાજર નહિ મળી આવતા તેને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા.

માળીયાના મોટા દહીંસરા ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

તેમજ અન્ય ટીમો દ્વારા આરોપી જલ્પેશ વિનોદભાઈ ખાખીના રહેણાંક મકાન સામે પડતર મકાનમાંથી વિદેશી દારૂની બોટલ 17-નંગ,રૂ. 5100ની કિંમતનો મુદ્દામાલ મળી આવતા તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details