ગુજરાત

gujarat

ETV Bharat / state

વાંકાનેરના મક્તાનપર કેન્દ્રમાં દવા લેવા આવેલા દર્દીએ મહિલા સ્ટાફને લાફો માર્યો - વાંકાનેર તાલુકા પોલીસ

મોરબીમાં વાંકાનેરના મક્તાનપર કેન્દ્રમાં દવા લેવા આવેલા એક દર્દીએ મહિલા સ્ટાફને લાફો માર્યો હતો. આરોગ્ય કેન્દ્ર પર દર્દીએ મહિલા સ્ટાફ સાથે બોલાચાલી કરી હતી. તે દરમિયાન મહિલા સ્ટાફને લાફો માર્યો હતો. આ સાથે જ મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

વાંકાનેરના મક્તાનપર કેન્દ્રમાં દવા લેવા આવેલા દર્દીએ મહિલા સ્ટાફને લાફો માર્યો
વાંકાનેરના મક્તાનપર કેન્દ્રમાં દવા લેવા આવેલા દર્દીએ મહિલા સ્ટાફને લાફો માર્યો

By

Published : May 28, 2021, 10:02 AM IST

  • વાંકાનેરના મક્તાનપર કેન્દ્રમાં દર્દી અને સ્ટાફ વચ્ચે ઝઘડો થયો
  • દવા લેવા આવેલા દર્દીએ બોલાચાલી દરમિયાન મહિલા સ્ટાફને લાફો માર્યો
  • દર્દીએ મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ મહિલા સ્ટાફનો આક્ષેપ
  • પેટા આરોગ્ય કેન્દ્રના CHOએ ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવી
  • બીજી દવા આપવા બાબતે ડોક્ટર સાથે એક શખ્સે બોલાચાલી કરી

મોરબીઃ વાંકાનેર તાલુકાના મક્તાનપર ગામમાં આવેલા પેટા આરોગ્ય કેન્દ્રમાં દવા લેવા ગયેલા દર્દીએ મહિલા સ્ટાફ સાથે બોલાચાલી કરી હતી. તે દરમિયાન દર્દીએ મહિલા સ્ટાફને લાફો ઝીંકી દીધો હતો. આ સાથે જ દર્દીએ મહિલા સ્ટાફને મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આ પણ વાંચોઃભાવનગરઃ નજીવી બાબતે ઝઘડો થતાં દુકાનદારે યુવાન પર કર્યો હુમલો, યુવાનનું મોત

ફરિયાદી પેટા આરોગ્ય કેન્દ્રમાં CHO તરીકે ફરજ બજાવે છે

આ અંગે મળતી માહિતી અનુસાર, વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા હિના શાંતિલાલ પરમારે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તે મક્તાનપર ગામની સીમમાં આવેલા મક્તાનપર પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે CHO તરીકે ફરજ બજાવે છે. તે દરમિયાન 26 મેએ તેઓ પોતાની ફરજ પર હતા. તે દરમિયાન આરોપી સવશી મોહન (રહે. માટેલવાળો) દવા લેવા આવ્યો હતો. તે દરમિયાન બીજી દવા આપો કહેતા તે ઉશ્કેરાઈ ગયો હતો.

આ પણ વાંચોઃખંભાતના ધારાસભ્યને વોટ્સએપ મેસેજમાં મળી ધમકી

વાંકાનેર તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરી

તે દરમિયાન દર્દી મહિલા સ્ટાફને અપશબ્દો બોલતો હતો. તે દરમિયાન દર્દી ઉશ્કેરાઈ જતા આરોપી સવશી મોહને મહિલા સ્ટાફને 2 લાફા માર્યા હતા. જોકે, વાંકાનેર તાલુકા પોલીસે મહિલાની ફરિયાદને આધારે ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

ABOUT THE AUTHOR

...view details