મોરબી: મોરબીમાં કોરોના કહેર સતત વધી રહ્યો છે અને નવા 5 એક્ટિવ કેસ સાથે કુલ કેસનો આંક 11 પર પહોંચ્યો છે. તેમજ એક વ્યક્તિનું મોત થયું છે.
દસ દિવસની સારવાર બાદ હળવદના દર્દીઓ કોરોના સામે જંગ જીત્યા - કોરોના સામેનો જંગ જીત્યા
મોરબીમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે એક રાહતના સમાચાર મળી રહ્યા છે. જેમાં હળવદના દર્દીએ 10 દિવસની સારવાર બાદ કોરોના સામે જંગ જીત્યો હતો અને તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી.
10 દિવસની સારવાર બાદ હળવદના દર્દી કોરોના સામેનો જંગ જીત્યા
જો કે, બીજી તરફ રાહતના સમાચાર પણ મળી રહ્યા છે. જેમાં હળવદના એક દર્દીએ 10 દિવસની સારવાર બાદ કોરોના સામે જંગ જીત્યો હતો અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
હળવદના રહેવાસી મહમદ સુમરાનો કોરોના વાઇરસ રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સુરેન્દ્રનગરની હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી હતી. જ્યાં સતત 10 દિવસ તેમને સારવાર આપવામાં આવી હતી. આમ મોરબી જિલ્લાના પાંચમા દર્દીએ આ રીતે કોરોના સામે જંગ જીત્યો હતો.