ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં આજે મેગા વેક્સિનેશન ડ્રાઇવ, 108 સ્થળોએ આપવામાં આવી રસી - Mega Vaccination Drive Morbi

મોરબી જિલ્લામાં આજે મંગળવારે વેક્સિનેશનની મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જિલ્લામાં 108 સ્થળોએ કોવિડ સેશન ગોઠવવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા આજ માટે 20 હજાર ડોઝની ફાળવણી કરવામાં આવી હતી.

The epidemic of corona
The epidemic of corona

By

Published : Aug 31, 2021, 5:47 PM IST

  • મોરબીમાં આજે મેગા વેક્સિનેશન ડ્રાઇવ
  • 108 સ્થળોએ અપાઈ રસી
  • વધુમાં વધુ લોકો વેક્સીન લે તેના માટે મહાઅભિયાન યોજાયું

મોરબી: હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે. કોરોનાની મહામારીમાંથી બહાર નીકળવા માટે કોવિડ રસીકરણનું ખુબ જ મહત્વ છે. 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ નાગરિકોએ આ રસી લેવી જોઈએ, જેથી કોરોના સામે રક્ષણ મળી શકે. આજે મોરબી જિલ્લામાં કોરોના સામે સુરક્ષાચક્ર સુનિશ્ચીત કરવા ખાસ કોવિશીલ્ડ અને કો-વેક્સિન રસીકરણ મેગા ડ્રાઈવ કરવાનું આયોજન કરેલું છે.

મોરબીમાં આજે મેગા વેક્સિનેશન ડ્રાઇવ

આ પણ વાંચો: કચ્છ જિલ્લામાં ત્રણ દિવસ માટે વેક્સિનેશન મેગા ડ્રાઈવનું આયોજન કરાયું

રાજ્ય સરકાર દ્રારા મોરબી જિલ્લાને એક જ દિવસ માટે 20,000 ડોઝની ફાળવણી કરી

જેને પ્રથમ ડોઝ લેવાનો બાકી હોય તેવા તમામ અને જે વ્યકિતએ કો-વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હોય અને 28 દિવસ પુર્ણ થયા હોય તેમજ કોવિશીલ્ડનો પ્રથમ ડોઝ લીધો હોય અને 84 દિવસ પૂર્ણ થયેલા હોય તેવા તમામ લાભાર્થીઓના બીજા ડોઝ માટે મોરબી જિલ્લાનાં તમામ ગ્રામીણ અને શહેરી વિસ્તારોને આવરી લેતી કુલ 108 જગ્યાએ કોવિડ રસીકરણનું સેશનનું ખાસ આયોજન કરેલું છે. આ માટે રાજ્ય સરકાર દ્રારા મોરબી જિલ્લાને એક જ દિવસ માટે 20,000 ડોઝની ફાળવણી કરી છે.

આ પણ વાંચો: સગર્ભા મહિલાઓમાં કોવિડ રસીકરણ માટે જાગૃતિનો અભાવ

ABOUT THE AUTHOR

...view details