ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીથી રાજકોટ જતી ઇન્ટરસીટીમાં વૃદ્ધને આવ્યો પેરાલીસીસ અટેક - gujarati news

મોરબીઃ મોરબીથી રાજકોટ જતી ઇન્ટરસીટી બસમાં શનિવારે બપોરે એક વિકલાંગ ઓળખપત્ર કાર્ડ ધરાવતા મુસાફરને અચાનક પેરાલીસીસ અટેક આવ્યો હતો. જેને પગલે સૌ મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને તાકીદની સારવારની જરૂરિયાત હોવાથી મુસાફરને તુરંત 108 મારફત રાજકોટ હોસ્પિટલ ખસેડાયો હતો.

સ્પોટ ફોટો

By

Published : Mar 24, 2019, 7:37 AM IST

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીથી રાજકોટ જતી ઇન્ટરસીટી બસ નં GJ 18 Z 4498માં એક વિકલાંગ વૃદ્ધ મુસાફરી કરી રહ્યા હતા અને બસ મારવાડી યુનીવર્સીટી નજીક પહોંચી ત્યારે ઓચિંતા પેરાલીસીસ અટેક આવ્યો હતો. જેને પગલે બસના ડ્રાઈવર, કંડકટર તેમજ મુસાફરોએ હાથ પગ દબાવવા સહિતની તાકીદની કામગીરી કરી હતી, પરંતુ વૃદ્ધ ભાનમાં ન હોય અને તાકીદે હોસ્પિટલ લઇ જઈને સારવારની જરૂરિયાત હોય જેથી તુરંત 108ને ફોન કરવામાં આવ્યો હતો અને વિકલાંગ વૃદ્ધને હોસ્પિટલ ખસેડાયા હતા.

મુસાફર પાસેથી ઓળખપત્ર મળી આવ્યું હતું જેમાં એસટી દ્વારા મફત મુસાફરી માટેના વિકલાંગ ઓળખપત્રમાં વૃદ્ધ કનુભાઈ તળશીભાઈ વાઘરી ઉમર 55 હોવાનું જાણવા મળ્યું છે. જોકે તેની સાથે કોઈ મુસાફરી કરતુ ન હોય જેથી બસમાં સવાર અન્ય મુસાફરો પણ મૂંઝાયા હતા અને વૃદ્ધના પરિવારજનો સાથે તેનો જલ્દી ભેટો થાય તેવી પ્રાર્થના કરી હતી. બીમાર વૃદ્ધના સગા સ્નેહીઓને તુરંત રાજકોટ સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરવા જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details