મોરબીમાં ભરવાડ અને રબારી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુરૂવારે અષાઢી બીજના દિવસે મચ્છુ માતાજી અને પુનિયા મામાના પ્રાગટ્ય દિન નિમિતે રથયાત્રા યોજાશે. જે રથયાત્રા સવારે મચ્છુ માતાજી મંદિર મહેન્દ્રપરા મોરબી ખાતેથી પ્રસ્થાન થશે અને શહેરના રાજમાર્ગો પરથી ફરીને નહેરૂ ગેઇટ ચોક, ગ્રીન ચોક સહિતના વિસ્તારમાંથી દરબારગઢ ખાતે મચ્છુ માતાજી મંદિરે પહોંચશે. આ રથયાત્રા દરમિયાન રબારી અને ભરવાડ સમાજના યુવક અને યુવતીઓ દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવાશે અને અબીલ ગુલાલની છોડો તેમજ ઢોલ નગારાના તાલે ઝૂમતા રથયાત્રા આગળ જશે.
મોરબીમાં અષાઢી બીજ નિમિત્તે મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા યોજાશે - Gujaratinews
મોરબી: ભરવાડ રબારી સમાજની એકતાના પ્રતિક સમાન મોરબીવાળા મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા અષાઢી બીજના દિવસે યોજાશે. ગુરૂવારે અષાઢી બીજના પાવન પર્વે દર વર્ષની જેમ આ વર્ષે પણ મચ્છુ માતાજીની રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
![મોરબીમાં અષાઢી બીજ નિમિત્તે મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા યોજાશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3729443-874-3729443-1562109910444.jpg)
મોરબીમાં અષાઢી બીજ નિમિત્તે મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા યોજાશે
આ રથયાત્રા દરમિયાન નહેરૂ ગેઇટ ચોક સહિતના વિસ્તારમાં પાણી, છાસ અને સરબત સહિતના પ્રસાદ માટે મંડપો સજશે. સાથે જ મચ્છુ માતાજી મંદિર દરબારગઢ ખાત્તે મહાપ્રસાદ પણ યોજાશે. આ ઉપરાંત રાત્રિના 10 કલાકે ભવ્ય લોકડાયરો યોજાશે. જેમાં જાણીતા કલાકારો પધારશે તેમજ રથયાત્રાનું ઠેર-ઠેર વિવિધ સમાજ અને સંસ્થા અગ્રણીઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે તેમ મચ્છુ માતાજીની જગ્યાના મહંત ગાંડુંભગત બીજલભગત ગોલતરે જણાવ્યું છે.