ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાંથી ફર્નિચરનો વેપારી ગેરકાયદેસર પિસ્તોલ સાથે ઝડપાયો - વેપારી બંદુક સાથે ઝડપાયો

મોરબીમાં જિલ્લામાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીને પગલે ગેરકાયદેસર હથિયારો અને અસામાજિક પ્રવૃત્તિ રોકવા SOG ટીમ કાર્યરત હોય તે દરમિયાન ફર્નિચરનો વેપારી ગેરકાયદેસર પિસ્તોલ સાથે ઝડપાયો હતો.

વેપારી ગેરકાયદેસર પિસ્ટલ સાથે ઝડપાયો
વેપારી ગેરકાયદેસર પિસ્ટલ સાથે ઝડપાયો

By

Published : Feb 25, 2021, 1:40 PM IST

  • સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પોલીસની કાર્યવાહી
  • મોરબીના લીલાપર રોડ પરથી વેપારી બંદૂક સાથે ઝડપાયો
  • પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

મોરબી: મોરબી SOG ટીમે લીલાપર રોડ પરથી હળવદના ફર્નિચરના વેપારીને ગેરકાયદેસર પિસ્તોલ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

જિલ્લામાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીને પગલે ગેરકાયદેસર હથિયારો અને અસામાજિક પ્રવૃત્તિ રોકવા હાલ SOG ટીમ કાર્યરત છે. તે દરમિયાન બાતમીને આધારે મોરબીના લીલાપર રોડ હોથીપીર દરગાહ પાસેથી આરોપી સીદીક અબ્બાસ આગરીયા ઘાંચી (ઉ.વ.26)ને ઝડપી લઈને દેશી બનાવટની પિસ્તોલ નંગ-1 કિંમત રૂ. 10 હજાર સાથે ઝડપી લઈને આરોપી સામે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details