કોરોનાનો કહેર અટકાવવા ઘડિયાળ ઉદ્યોગમાં એક અઠવાડિયાનું સંપૂર્ણ લોકડાઉન - ઘડિયાળ ઉદ્યોગમાં એક અઠવાડિયાનું લોકડાઉન
મોરબી શહેરમાં કોરોના સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે, ત્યારે કોરોનાનું સંક્રમણ અટકાવવા વિવિધ વેપારી સંગઠનોએ વેપાર ધંધાનો સમય ઘટાડવાનો સ્વૈચ્છિક નિર્ણય લીધો છે. જે અંતર્ગત મોરબી ક્લોક એસોસિએશન દ્વારા એક અઠવાડિયા સુધી સંપૂર્ણ લોકડાઉન રાખવાનો નિર્ણય લેવાયો છે.
કોરોનાનો કહેર અટકાવવા ઘડિયાળ ઉદ્યોગમાં એક અઠવાડિયાનું સંપૂર્ણ લોકડાઉન
મોરબીઃ જિલ્લામાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે, ત્યારે મોરબી ક્લોક ઇન્ડસ્ટ્રી દ્વારા એક અઠવાડિયાનું સ્વૈચ્છિક લોકડાઉન પાળવાનો નિર્ણય લેવાયો છે. ઘડિયાળ ઉદ્યોગમાં સંકળાયેલ કર્મચારીઓ ગ્રામ્ય વિસ્તારમાંથી પણ આવતા હોય છે. જેથી શહેરમાં વધતું સંક્રમણ ગામડાઓ સુધી ના પહોંચે અને કોરોના સંક્રમણ ફેલાતું રોકાય, તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.