ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીની સિવિલ હોસ્પિટલમાં આગની મોકડ્રીલ યોજાઈ, ફાયર ટીમ પહોંચી પરંતુ પાણીનો ટાંકો ખાલી ખમ.. - મોરબી સિવિલ હોસ્પિટલ

મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે મોકડ્રીલ યોજવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલમાં યોજાયેલી મોકડ્રીલ દરમિયાન ફાયર ટીમે પાણીનો મારો ચલાવવા લાઈન ચાલુ કરી તો ટાંકીમાં પાણી જ ન હોવાનું જાણવા મળ્યું હતું.

Morbi
Morbi

By

Published : Dec 5, 2020, 1:17 PM IST

મોરબીની સિવિલ હોસ્પિટલમાં આગ લાગી અને ફાયર પહોંચ્યું પરંતુ ટાંકો જ ખાલી હતો
ફાયર વિભાગ મોકડ્રીલ કરવા પહોંચ્યું હોસ્પિટલ
હોસ્પિટલમાં પાણીનો ટાંકો જ ખાલી હોવાનું ખુલ્યું

મોરબીઃ રાજકોટની હોસ્પિટલમાં બનેલી આગની દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફાયર એનઓસી ચેકિંગ સહિતની કાર્યવાહી કરવામાં આવે છે. જેથી અનેક જગ્યાએ બેદરકારી સામે આવી રહી છે. ફાયર ટીમ મોરબી સિવિલ હોસ્પિટલમાં મોક ડ્રીલ યોજવામાં આવી હતી. આ દરમિયાન ફાયર ટીમે પાણીનો મારો ચલાવવા લાઈન ચાલુ કરી તો ટાંકીમાં પાણી જ હતું નહી.

મોરબીની સિવિલ હોસ્પિટલમાં આગની મોકડ્રીલ યોજાઈ
ફાયર વિભાગ સિવિલમાં મોકડ્રીલ કરવા પહોંચ્યુંમોરબીની સિવિલ હોસ્પિટલમાં આગ જેવી દુર્ઘટના સર્જાય તો તેને પહોંચી વળવા તંત્ર સુસજ્જ છે કે કેમ તેની ચકાસણી કરવા માટે ફાયર ટીમની મોકડ્રીલ અને ડેમોસ્ટ્રેશન યોજવામાં આવ્યું હતું. ફાયરના જવાનો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને આગ જેવી ઘટનાઓને પહોંચી વળવા માટે શું કરવું જોઈએ તેનું પ્રેક્ટીકલ ડેમો બતાવવામાં આવ્યો હતો. આગ લાગે ત્યારે પાણીનો મારો ચલાવવો, આગ બુઝાવવા માટેના સાધનોનો કેવી રીતે ઉપયોગ કરવો તે સમજાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે પાણીનો મારો ચલાવવા લાઈન ચાલુ કરતા પાણી જ આવ્યું ના હતું. આગ બુઝાવી શકે એટલું તો ઠીક પરંતુ બાલ્ટી માંડ ભરી શકાય તેવું ધીમી ધારે પાણી આવ્યું હતું. જેથી હોસ્પિટલ તંત્રની બેદરકારી સામે આવી હતી. જો ખરેખર મોરબી સિવિલ હોસ્પિટલમાં આગ લાગી હોત તો જોવા જેવી થઇ હોત તેમાં શંકાને સ્થાન નથી.ફાયર ટીમ ટ્રકમાં પાણીનો ટાંકો જ ખાલી હોવાનું આવ્યું સામેમોકડ્રીલ માટે ફાયર ટીમ સિવિલ હોસ્પિટલ પહોંચી પાણીની લાઈન ચાલુ કરી પરંતુ ટાંકામાં પાણી જ ના હોવાનું સામે આવ્યું હતું અને હોસ્પિટલ સ્ટાફે પાણી ભરી બાદમાં ડેમોસ્ટ્રેશન કર્યું હતું. ત્યારે જો ખરેખર દુર્ઘટના સર્જાઈ હોય તો તેનું જવાબદાર કોણ તે અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. ભોપાળું ખુલ્યા બાદ હવે હોસ્પિટલ દ્વારા વપરાશ માટે એક જ પાણીનો ટાંકો રાખ્યો હોય ફાયર માટે બીજા ટાંકાની વ્યવસ્થા કરાશે તેમ જણાવ્યું હતું

ABOUT THE AUTHOR

...view details