મોરબીના લાતીપ્લોટમાં આવેલા કેમિકલના કારખાનામાં આગ લાગી - factory
મોરબી: શહેરમાં આવેલા લાતીપ્લોટ-2માં આવેલા કેમિકલ કારખાનામાં રાત્રે દોઢ કલાકની આસપાસે આગ લાગી હતી. આગ ભભૂકી ઉઠકા ફાયરની બે ટીમોએ બે કલાક સુધી પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો.

મોરબીના લાતીપ્લોટમાં આવેલ કેમિકલ કારખાનામાં આગ લાગી
આ બનાવની જાણ ફાયરબ્રિગેટને થતા ફાયર ટીમના હિતેશ દવે, વિનય ભટ્ટ, રાયધન, કાર્તિક ભટ્ટ, રીતેશ ચાવડા તેમજ કિશન ભટ્ટ સહિતના ફાયરની ટીમના જવાનો સ્થળ પર પહોંચી ગયા હતા. ફાયરની બે ગાડીથી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. બે કલાકની જહેમત બાદ રાત્રે 3.30 કલાકે આગ પર કાબુ મેળવવામાં સફળતા મેળવી હતી. આ આગ શોર્ટ સર્કિટ લાગવાને કારણે ઘટી હોય તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.