ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીના GIDCમાં ગેસની લાઈનમાં આગ લાગી, ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો

મોરબીના GIDC વિસ્તારમાં આવેલી ગેસની લાઈનમાં કોઈ કારણોસર આગ લાગી હતી. ફાયરની બે ટીમે કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

morbi
morbi

By

Published : Dec 29, 2020, 8:07 PM IST

  • મોરબીના GIDCમાં ગેસની લાઈનમાં આગ લાગી
  • ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબૂ
  • આગ લાગવાનું કારણ અકબંધ

મોરબીઃGIDCમાં ગેસની લાઈનમાં આગ લાગ્યાની જાણ થતા મોરબી ફાયરની એક ટીમ દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યો હતો. જોકે આગ વધુ હોવાથી ફાયરની બીજી ટીમ પણ દોડી ગઈ હતી અને ફાયરની બે ટીમોએ મળી આગ પર કાબૂ મેળવ્યો હતો. સમયસર આગ પર કાબૂ મેળવી લેવામાં આવતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ABOUT THE AUTHOR

...view details