- ટંકારાના જબલપુર ગામના ખેડૂતે થાઈલેન્ડના જામફળની ખેતી કરી
- આઠ વર્ષ પહેલા રાયપુરથી લાવેલા રોપા ખેડૂત માટે સોનાની મુર્ગી સમાન બન્યા
- ખેડૂતે ૨૫ વિધા જમીનમાં થાઈલેન્ડના જામફળની કરી છે ખેતી
મોરબીઃ આજે દેશના ખેડૂતોની સ્થિતિ સારી નથી, ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને પાક્વીમાં તેમજ દેવામાફી માટે ખેડૂતો સતત આંદોલન કરતા જોવા મળી રહ્યા છે. જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું સ્વપ્ન સેવી એ દિશામાં કામ કરી રહ્યા છે, ત્યારે સ્વાભાવિક રીતે સવાલ થાય કે દેવાના બોજ તળે દબાયેલો જગતનો તાત ખરેખર સમૃદ્ધ બની શકશે અને જગતના તાતની આવક બમણી કરી સકાય ખરી, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પાસે એવી તો કઈ જડીબુટી છે જેનાથી ખેડૂતોની સમસ્યાનો ઉકેલ આવી જશે. ત્યારે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના જબલપુર ગામના એક ખેડૂતે બાગાયતી ખેતી એટલે કે જામફળ વાવીને પોતે સમૃદ્ધ બન્યા છે અને અન્ય ખેડૂતોને પણ સમૃદ્ધીનો માર્ગ ચીંધ્યો છે. ત્યારે જબલપુર ગામના આ ખેડૂત કેવી રીતે સમૃદ્ધ બન્યા અને કેમ તેના ખેતરમાં વાવેલા જામફળની આજે દેશ અને દુનિયામાં સતત માંગ જોવા મળી રહી છે તે વિશે જાણીએ આ ખાસ વિશેષ અહેવાલમાં....
એક વીઘે 200 થી 300 મણ પાકે છે જામફળ
ટંકારાના જબલપુર ગામના ખેડૂત પરંપરાગત ખેતીને બદલે બાગાયતી ખેતી કરીને સમૃદ્ધ બન્યા છે. 8 વર્ષ પૂર્વે તેઓએ થાઈલેન્ડના જામફળની ખેતીનો પ્રયોગ કરી જામફળનું વાવેતર કર્યું છે. ખેડૂત મગન કામરીયાએ રાયપુરથી થાઈલેન્ડના જામફળના રોપા લાવીને પોતાના 32 વીઘામાંથી 26 વીઘામાં 4500 રોપાનું વાવેતર કર્યું છે અને વર્ષે માત્ર એક જ પાક લઇ સકતા હોવા છતાં ખેડૂત ખુશ છે, કારણકે એક જામફળ 250 ગ્રામથી દોઢ કિલો સુધીનું થાય છે. એક વીઘે 200 થી 300 મણ જામફળ પાકે છે. જેથી સીઝનલ પાકને બદલે ખેડૂતની આવક સારી એવી થાય છે.