ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી જિલ્લાના અજીતગઢ ગામે એક ખેડૂતે કરી આત્મહત્યા - Suicide news

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના અજીતગઢ ગામે એક ખેડૂતે આર્થિક ભીંસને કારણે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. પોલીસને એક સ્યુસાઈડ પણ મળી છે. જેમાં મૃતકે આમા કોઈનો દોષ ન હોવાનું જણાવ્યું છે.

Gujarat News
Gujarat News

By

Published : May 27, 2021, 10:18 PM IST

  • હળવદના ખેડૂતે કેનાલમાં ઝંપલાવી કરી આત્મહત્યા
  • ખેતી કરવાના અને દવા લેવાના પૈસા ન હોવાને કારણે કરી આત્મહત્યા
  • પોલીસને ત્રણ પાનાની સ્યુસાઇડ નોટ મળી

મોરબી : હળવદના અજીતગઢ ગામના ખેડૂતે ખેતીમાં સતત નુકસાનીથી આર્થિક ભીંસમાં આવી જઈને કીડીના નાલા પાસેથી પસાર થતી કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતા નાના એવા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ત્રણ પાનાની સ્યુસાઇડ નોટમાં ખેડૂતે હવે ખેતી કરવાના અને દવા લેવાના પૈસા પણ નથી અને ખાવાના પણ ફાંફા છે. જેવા શબ્દો લખી પોતાના સંતાનોની લાજ રાખવા ઈશ્વરને પ્રાર્થના કરી છે. હાલ પોલીસે સ્યુસાઇડ નોટ કબજે લઈ કાયદેસરની તપાસ હાથ ધરી છે.

અજીતગઢ ગામે એક ખેડૂતે કરી આત્મહત્યા

આ પણ વાંચો :સુરતમાં 62 વર્ષીય આધેડે કેન્સરની બીમારીથી કંટાળી તાપી નદીમાં કૂદકો મારી કરી આત્મહત્યા

આર્થિક ભીંસમાં આવી જતા કરી આત્મહત્યા

આ ઘટનામાં મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના અજીતગઢ ગામે રહેતા રમેશભાઈ પ્રભુભાઈ લોરીયા નામના 40 વર્ષીય ખેડૂત યુવાને આર્થિક ભીંસમાં આવી જઇ બુધવારે કીડી નાલા પાસે નર્મદા કેનાલમાં ઝંપલાવી દઈ મોતને વ્હાલું કરી લીધું હતું. મૃતક રમેશભાઈએ અંતિમ પગલું ભરતા પહેલા સ્યુસાઇડ નોટ પણ લખી હોવાથી પોલીસે સ્યુસાઇડ નોટ કબજે કરી છે.

અજીતગઢ

આ પણ વાંચો :દમણગંગા નદીમાં ડૂબેલા 2 યુવનોના મોતથી પંથકમાં અરેરાટી

પત્ની અને માતાપિતાને માફ કરી દેવા અને પોતે કાયર નીકળ્યાનું સ્યુસાઇડ નોટમાં જણાવ્યું

રમેશભાઈએ પોતે આત્મહત્યા કરી રહ્યા છે તેની પાછળ કોઈ જવાબદાર ન હોવાનું સ્યુસાઇડ નોટમાં લખી પત્ની અને માતાપિતાને માફ કરી દેવા અને પોતે કાયર નીકળ્યા એવું જણાવી પોતાના પુત્રને ઘરના સભ્યોનું ધ્યાન રાખવા જણાવી અલખધણી મારા પુત્રની લાજ રાખજો તેવા શબ્દો પણ સ્યુસાઇડ નોટમાં લખ્યા છે. કોરોના મહામારી અને લોકડાઉન બાદ લોકોને કેવી આર્થિક મુશ્કેલી પડી રહી છે તે બાબત જણાવી આર્થિક ભીંસથી કંટાળી રમેશભાઈ લોરીયાએ આંત્યાતિક પગલું ભરી લેતા સમગ્ર હળવદ પંથકમાં ચકચાર મચી છે.

ABOUT THE AUTHOR

...view details