ગુજરાત

gujarat

ETV Bharat / state

હળવદના દીઘડિયા ગામમાંથી ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો

કોરોના મહામારી વચ્ચે પણ કેટલાક આરોપીઓ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ખચકાતા નથી. આ જ રીતે મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલા દીઘડિયા ગામમાં પોલીસે ડિગ્રી વગરના એક ડોક્ટરની ધરપકડ કરી હતી.

હળવદના દીઘડિયા ગામમાં ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયોહળવદના દીઘડિયા ગામમાં ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો
હળવદના દીઘડિયા ગામમાં ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો

By

Published : Jun 7, 2021, 3:22 PM IST

  • હળવદ પંથકમાં ડિગ્રી વગરના ડોક્ટરની ધરપકડ
  • નકલી ડોક્ટર સામે જન આરોગ્યની ટીમની લાલ આંખ
  • નકલી ડોક્ટર્સ સામે હળવદ પોલીસ એક્શન મોડમાં

મોરબીઃ હળવદ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી ડિગ્રી વગરના બોગસ ડોકટરોનો રાફડો ફાટ્યો હોય અને જન આરોગ્ય ઉપર જોખમ એવો અહેવાલ પ્રસિદ્ધ થતા તંત્ર સફાળું જાગ્યું હતું. હળવદ પંથકમાં ડિગ્રી વગરના ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે ત્યારે હળવદ પોલીસ એક્શન મોડમાં આવી છે. જિલ્લામાં બોગસ ડોક્ટરને પકડી પાડવાની ઝૂંબેશ હાથ ધરતા આરોગ્ય વિભાગને સાથે રાખી તાલુકાના દીઘડિયા ગામમાં દરોડા પાડતા અમિયકુમાર સચિનચંદ્રનાથ મંડલ (રહે. હાલ દીઘડીયા, તા. હળવદ મૂળ એમ.પી) બોગસ ડોક્ટરને ઝડપી પાડયો હતો.

આ પણ વાંચો-Fake doctors: બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાંથી નકલી ડોક્ટર ઝડપાયા

દીઘડિયા ગામમાં પ્રેક્ટિસ કરતો હતો નકલી ડોક્ટર
હળવદ પોલીસને આ અંગે બાતમી મળતા પોલીસે દીઘડિયા ગામમાં ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે નકલી ડોક્ટર અમિયકુમાર મંડલની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો-પંચમહાલ એસઓજીએ 6 ઝોલાછાપ ડોકટરને ઝડપી પાડ્યાં

પોલીસે નકલી ડોક્ટર પાસેથી 2,685 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો

પોલીસ નકલી ડોક્ટરની ધરપકડ કરી તેની પાસેથી એલોપેથિક દવાઓ સહિત 2,685 રૂપિયાની કિમતનો મુદામાલ કબજે કર્યો હતો. પોલીસે બોગસ ડોક્ટરને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details