ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીની ખાનગી હૉસ્પિટલના ડૉકટરને દર્દીના સંબધીએ માર માર્યો - mrb

મોરબીઃ શહેરની આયુષ હૉસ્પિટલમાં ડૉકટરે દર્દીની જૂની ફાઈલ માંગતા દર્દી સાથે આવેલા સંબધીએ ડૉક્ટરને માર મારી હોવાની ફરિયાદ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ હતી.

સ્પોટ ફોટો

By

Published : Apr 24, 2019, 11:46 AM IST

મોરબીની આયુષ હૉસ્પિટલમાં ફરજ બજાવતા ડૉક્ટર એજાજ અહેમદ નુરમામદ શેરસીયાએ મોરબી સીટી A ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી મયુરસિંહ જાડેજા તેની સાથે આવેલા દર્દીને સારવાર અર્થે લઇ ગયા હતા તે દરમિયાન ડૉક્ટર એજાજે તેની સાથે જૂની ફાઈલ માંગતા આરોપીએ ઉશ્કેરાઈ જઈને ઢોર માર માર્યો હતો અને એક અજાણ્યા માણસે ડૉક્ટરને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. તો મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details