ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીના પીપળી રોડ પર થયેલી લૂંટ મામલે ફરિયાદ નોંધાઈ - લૂંટ ન્યૂઝ

મોરબીના પીપળી રોડ પર ધોળે દિવસે ભોગ બનનારની આંખમાં મરચું છાંટી રોકડ રકમ ભરેલા થેલાની લૂંટ કરી આરોપીઓ નાસી ગયા હતા. આ ઘટના બાબતે મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ભોગ બનનારની આંખમાં મરચું છાંટી કરી લૂંટ
ભોગ બનનારની આંખમાં મરચું છાંટી કરી લૂંટ

By

Published : Mar 20, 2021, 6:37 PM IST

  • મોરબીના પીપળી રોડ પર થયેલી લૂંટ મામલે ફરિયાદ નોંધાઈ
  • મોરબીના પીપળી રોડ પર ધોળે દિવસે રોકડ રકમ ભરેલા થેલાની લૂંટ કરી આરોપીઓ નાસી ગયા
  • બાઈક પર આવેલા અજાણ્યા શખ્સોએ કરી રોકડ ભરેલા થેલાની લૂંટ
  • ભોગ બનનારની આંખમાં મરચું છાંટી કરી લૂંટ

મોરબી: તાલુકા પોલીસે ભોગ બનનાર આશિષસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા(ઉ.19) પીપળી ગામની સીમવાળાની ફરિયાદ લેવામાં આવી હતી. ફરિયાદમાં જણાવ્યું છે કે, આશિષસિંહ વાઘેલા પોતાની ઓફિસનું બાકી પૈસાનું કલેક્શન કરવા માટે સવારના 10:30 વાગ્યેથી અલગ-અલગ જગ્યાએ ગયેલા અને તમામ જગ્યાએથી જુદી-જુદી રોકડ રકમ મળેલી હતી. પોતાની ઓફિસ તરફ જતાં હતા તે દરમિયાન એફિલ સિરામિક કારખાનાનાં કાચા રસ્તેથી પીપળી તરફ જતાં અજાણ્યા આરોપીઓએ આશિષસિંહ વાધેલાની બાજુમાં મોટર સાઈકલમાં નીકળી મરચાંની ભૂકી છાંટી રોકડ રૂપિયા 7,61,850 ભરેલા થેલાની લૂંટ કરી નાસી ગયા હતા.

લૂંટ મામલે ફરિયાદ નોંધાઈ

આ પણ વાંચો:મોરબીમાં અજાણ્યા ઇસમેં બાઈકમાં લીફ્ટ આપી છરીની અણીએ ચલાવી લૂંટ

મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી

આ અંગેની ફરિયાદ આશિષસિંહ વાધેલાએ મોરબી તાલુકા પોલીસમાં નોંધાવી છે. મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:જામનગર સહિત સૌરાષ્ટ્રમાંથી 31 લૂંટ અને ચોરી કરનારો તસ્કર ઝડપાયો

ABOUT THE AUTHOR

...view details