ગુજરાત

gujarat

ETV Bharat / state

ટંકારા તાલુકામાં કોરોનાના કપરા કાળમાં સેવા આપનારા કોરોના વોરીયર્સનો સન્માન સમારોહ યોજાયો - Corona Warriors of Honor

મોરબીના ટંકારામાં બાલાજી પોલિપેક પ્લાસ્ટના માલિક અને સૌરાષ્ટ્ર પોલીપેક એસોસિએશનના પ્રમુખ જગદીશ અમરશીભાઈ પનારાના સૌજન્યથી ટંકારા તાલુકાના કોરોના વોરિયર્સ આરોગ્ય કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. જે પ્રસંગે સાંસદ મોહન કુંડારિયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

Tankara News
Tankara News

By

Published : Sep 23, 2021, 7:52 PM IST

  • ટંકારા તાલુકામાં કોરોના વોરીયર્સનો સન્માન સમારોહ યોજાયો
  • કોરોના વોરીયર્સ એવા આરોગ્ય કર્મચારીઓને સન્માનિત કરાયા
  • સાંસદ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

મોરબી: ટંકારાના આ કાર્યક્રમનું ઉદ્ઘાટન મોહન કુંડારિયાએ દીપ પ્રાગટ્ય દ્વારા કર્યું હતું. આ પ્રસંગે મોહન કુંડારિયાએ જણાવ્યું હતું કે, કોરોનાના કપરા સમયમાં કુટુંબીજનો દર્દીઓની પાસે રહેવા રાજી ન હતા, તેવા કપરા સમયે આરોગ્ય કર્મચારીઓએ જીવના જોખમે દિવસ રાત દર્દીઓની સારવાર કરી છે, સેવા કરી છે. તે સમયે આરોગ્ય કર્મચારીઓ જ દર્દીઓના સાચા સગા અને ભગવાન હતા તેમની સેવાને બિરદાવું છું. 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે ટંકારા તાલુકામાં વેક્સિનેશન કામગીરી પણ સારી રહી હોય જે બદલ અભિનંદન પાઠવ્યા હતા. સૌરાષ્ટ્ર પોલિપેક એસોસિએશનના પ્રમુખ જગદીશ પનારાએ જણાવ્યું હતું કે, મોહન કુંડારિયા અને દુર્લભજી દેથરિયાના માર્ગદર્શન તથા પ્રેરણાને પગલે ઉદ્યોગપતિઓએ લોકોને જરૂરી માસ્ક, દવાઓ અને કીટનું વિતરણ કર્યું હતું.

ટંકારા તાલુકામાં કોરોનાના કપરા કાળમાં સેવા આપનારા કોરોના વોરીયર્સનો સન્માન સમારોહ યોજાયો

આ પણ વાંચો: કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારને મળશે 50 હજાર રૂપિયાનું વળતર

ધ્રુવકુમારસિંહ જાડેજાએ પણ કોરોના વોરીયર્સને અભિનંદન પાઠવ્યા

ટંકારા તાલુકામાં કોરોના કાળમાં ટંકારા તાલુકાના ડોક્ટરો, આરોગ્ય સ્ટાફ, 108 ની ટીમ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પી.એસ.આઇ તથા તેમના સ્ટાફ, સરપંચો સામાજિક સંસ્થાઓ દર્દીઓને ઓક્સિજનના બાટલાઓ, દવાઓ, સારવાર પૂરી પાડવામાં મદદરૂપ બની છે. આ પ્રસંગે ધ્રુવકુમારસિંહ જાડેજાએ પણ કોરોના વોરીયર્સને અભિનંદન પાઠવ્યા હતા.

આ પણ વાંચો: કોરોનાની ત્રીજી લહેરને અટકાવવા ગ્રામ્યસ્તર સુધી કમિટીની રચના, 'અમારું બાળક કોરોનામુક્ત બાળક'નું સૂત્ર અપાયું

ABOUT THE AUTHOR

...view details