ગુજરાત

gujarat

ETV Bharat / state

હળવદમાં યુવાનને આત્મહત્યા કરતા પોલીસકર્મીનું સામે ગુન્હો નોંધાયો - suicide in Halvad

મોરબીના હળવદના બ્રાહ્મણી ડેમમાં યુવાને આત્મહત્યા કરી લીધી છે. ત્યારબાદ તેના શર્ટમાંથી એક ચીઠ્ઠી મળી આવી હતી. જેમાં પોલીસેકર્મીએ તેને દબાણ કરીને મરવા મજબૂર કર્યાનું જણાવ્યું હતું. આ બનાવના મામલે હળવદ પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આત્મહત્યા કરનાર યુવાન
આત્મહત્યા કરનાર યુવાન

By

Published : Jun 14, 2021, 12:10 PM IST

  • સાપકડા ગામના યુવાને ડેમમાં ઝંપલાવી આત્મહત્યા કરી
  • આત્મહત્યા પછી શર્ટમાંથી ચિઠ્ઠી મળી આવી
  • ચિઠ્ઠીમાં પોલીસકર્મીએ મારવા મજબૂર કર્યાનો ઉલ્લેખ કર્યો

મોરબી : હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા નીતિનગિરી વિનોદગિરી ગોસાઈ નામના યુવાને ગુરૂવારના રોજ હળવદ તાલુકાના સુંદરગઢ ગામ પાસે આવેલા બ્રાહ્મણી ડેમમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. આ યુવાનનો શુક્રવારે વહેલી સવારે ડેમમાંથી મૃતદેહ મળી આવ્યો અને યુવાને આત્મહત્યા કરતા પહેલા શર્ટ અને ચપ્પલ ડેમના કાંઠે મુક્યા હતા.

આ પણ વાંચો : ખેડામાં આત્મહત્યાની 2 ઘટનામાં 2ના મોત, 2 ગંભીર

પોલીસ કર્મચારીના ત્રાસને કારણે આત્મહત્યા કરી હોવનું લખ્યું

શર્ટમાંથી સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં યુવાને એક પોલીસ કર્મચારીના ત્રાસને કારણે આત્મહત્યા કરી હોવનું લખ્યું હતું. જે મામલે મૃતકના પરિવારજનોએ પોલીસ કર્મચારી સામે ફરિયાદ નોંધવાની માંગ કરતા ચકચાર મચી જવા પામી હતી. હળવદ પોલીસ મથકમાં પોલીસ કર્મચારી વિરુદ્ધ ગુન્હો નોંધાયો હતો.

આ પણ વાંચો : નડીયાદ સિવિલ હોસ્પિટલમાં વધુ એક કોરોના દર્દીએ કરી આત્મહત્યા

હળવદ પોલીસ સ્ટેશનના PI પી. એ. દેકાવાડીયા આ બાબતે વધુ તપાસ કરી રહ્યા

ફરિયાદમાં મૃતકના ભાઈ નિલેશગીરી વિનોદગીરી ગોસ્વામીએ પોલીસ કર્મચારી ઇન્દુભા પરમાર સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીના ભાઇ નીતીનગીરી ઉર્ફે ડીગો વિનોદગીરી ગોસ્વામીને આરોપીએ કોઇપણ કારણોસર દબાણ કે ત્રાસ આપતા મરવા માટે મજબૂર કરેલા છે. આ બનાવની વધુ તપાસ હળવદ પોલીસ સ્ટેશનના PI પી. એ. દેકાવાડીયા કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details