મોરબીઃ કોરોના મહામારી વચ્ચે SOG ટીમે વાંકાનેરના સિંધાવદર ગામમાં ડીગ્રી વિના દવાખાનું ચલાવતા બોગસ ડૉક્ટરને ઝડપી લઈને દવાઓનો જથ્થો જપ્ત કર્યો હતો.
વાંકાનેરના સિંધાવદર ગામે ડીગ્રી વિના દવાખાનું ચલાવતા બોગસ ડૉક્ટરની કરાઇ ધરપકડ - Wankaner's SOG team
વાંકાનેરના સિંધાવદર ગામમાં SOG ટીમ દ્વારા ડીગ્રી વિના દવાખાનું ચલાવતા બોગસ ડૉક્ટરની ધરપકડ કરી કુલ રૂપિયા 53,478નો મુદામાલ જપ્ત કર્યો હતો અને આરોપી વિરુદ્ધ મેડીકલ પ્રેકટીશનર એક્ટ 30, 33 મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
![વાંકાનેરના સિંધાવદર ગામે ડીગ્રી વિના દવાખાનું ચલાવતા બોગસ ડૉક્ટરની કરાઇ ધરપકડ વાંકાનેરના સિંધાવદર ગામે ડીગ્રી વિના દવાખાનું ચલાવતા બોગસ ડોક્ટરની કરાઇ ધરપકડ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7213577-856-7213577-1589553423660.jpg)
મોરબી જિલ્લા SP ડૉ. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ SOG PIJM આલની ટીમ પેટ્રોલિંગમાં હતી અને સિંધાવદરના પ્રાયમરી હેલ્થ સેન્ટરના તબીબી અધિકારી ડૉ.ધવલભાઈ રાઠોડને સાથે રાખીને વાંકાનેરના સિંધાવદર ગામે કે GN પ્લાઝા ચેમ્બરમાં રોયલ પ્રાયમરી હેલ્થ સેન્ટર નામના દવાખાનામાં તપાસ કરવામાં આવી હતી.
કોઈપણ સર્ટીફીકેટ કે ડીગ્રી વગર આરોપી મહમદ હુશન હાજી દવાખાનું ચલાવી રહ્યો હતો. પરાસરાને ઝડપી લઈને દવાનો જથ્થો અને સાધનો સહીત કુલ રૂપિયા 53, 478નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આરોપી વિરુદ્ધ મેડીકલ પ્રેક્ટીશનર એક્ટ 30,33 મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.