મોરબી: પ્રાપ્ત માહિતી પ્રમાણે માળિયા તાલુકાના માંણાબા ગામમાં ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવતું એક દંપતી રહેતું હતું. રાત્રીના સમયે તે પત્ની સંગીતાબેન તેમજ ચારેય દીકરીઓ અને એક દીકરા રીતેશ, સહિત બેઠા હતા. તે દરમિયાન પત્ની ઝઘડો કરી કહેવા લાગી હતી કે તું મારી સાથે આવ્યો ત્યારથી બોલતો કેમ નથી અને બોલાચાલી થતા કમેલશભાઇ ઉશ્કેરાઈ ગયા હતા. તે પત્નીને લાકડાનો ધોકો લઈને મારવા દોડ્યો હતો. જેમાં બચાવવા માટે વચ્ચે પડતા તેના ભાભીને પણ ધોકો મારી દીધો હતો. પત્ની સંગીતા તેની નાની દીકરીને તેડીને ભાગવા ગઈ હતી. જેથી કમલેશભાઇએ બાળકીને તેના હાથમાંથી ખેચી લઈને ખાટલામાં ઘા કર્યો હતો અને દીકરીના માથામાં ધોકો ફટકારી દીધો હતો.
મોરબી: પત્ની સાથે ઝઘડો થતાં પતિએ છ માસની બાળકીને ઘોકો માર્યો, બાળકીનું મોત - father killed his six-month-old daughter in Maliya taluka of Morbi
મોરબીના માળીયા તાલુકાના ગામ માંણાબાનો એક ચોકવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પતિ પત્નીના ઝડઘામાં ઉશ્કેરાયેલા પતિએ છ માસની બાળકીને માથામાં ધોકો મારી દીધો હતો. જેથી માસૂમ બાળકીનું મોત થયું હતું.

મોરબી
ત્યાર બાદ સંગીતા ભાગીને વાડીના માલિક પ્રવીણભાઈ પટેલના ઘરે પહોંચી હતી અને જઈને સમગ્ર વાત કરી હતી. માલિકે 108 બોલાવી સંગીતાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી. જ્યારે છ માસની બાળકીનું માથામાં ધોકો વાગવાના કારણે તેનું મોત નિપજ્યું હતું.
આ અંગે સંગીતાએ પતિ કલમશી ઉર્ફે કમલેશ ધુધેસિંગ બાવિયા રહે હાલ માંણાબા વાળા સામે ફરિયાદ નોંધાવી હતી. આ અંગે માળિયા પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.