- કુદરતી હાજતે ગયેલા 3 વર્ષીય બાળક પર કુતરાનો હુમલો
- બાળકેે રાડારાડી કરતા આસપાસના લોકોએ બાળકને છોડાવ્યું
- બાળકનું Rajkot Civil Hospital ખાતે સારવાર દરમિયાન મોત થયુંં
મોરબી : મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના લખધીર પુર રોડ (Lakhdhirpur Road Morbi) ડોનેટો ફેક્ટરીની મજુર કોલોનીમાં રહીને મજૂરી કામ કરતા નાથાભાઇ જાંબુરનો 3 વર્ષીય માસૂમ પુત્ર અરવિંદ નાથાભાઇ જાંબુર તેની પિતરાઈ બહેન સાથે કારખાનાની નજીક જ કુદરતી હાજતે ગયો હતો. આ દરમિયાન કૂતરાએ કુદરતી હાજતે બેઠાલા અરવિંદ (ઉ.વ.-3) પર હુમલો કરીને તેના પેટ તેમજ ગળાના ભાગે બચકાં ભરતા બાળકે રાડારાડી કરી મૂકી હતી.
આ પણ વાંચો : અમદાવાદમાં જો કૂતરું કરડ્યું તો હાલત કફોડી, શહેરમાં હડકવાની રસીની છેે અછત
બાળકને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો
બાળકનો રડવાનો અવાજ સાંભળતા આસપાસના લોકો ત્યાં દોડી ગયા હતા અને બાળકને કૂતરાના પંજામાંથી મુક્ત કરાવ્યું હતું. ગંભીર હાલતમાં બાળકને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ (Rajkot Civil Hospital)માં ખસેડ્યો હતો. જોકે, બાળકના માતા-પિતા નાઈટ શિફ્ટમાં કામે ગયા હતા અને પાછળથી પિતરાઈ બહેન આ બાળકને કુતરતી હાજતે બેસાડીને પોતાની ઓરડીમાં ગઈ હતી.
આ પણ વાંચો : રિસર્ચઃ માલિકના વ્યક્તિત્વથી પ્રભાવિત થાય છે કૂતરાંનો વ્યવહાર