મોરબીમાં 22 વર્ષની યુવતીએ નોંધાવી દુષ્કર્મની ફરીયાદ - Gujarat Police
મોરબીઃ આપણા સમાજમાં સ્ત્રીઓ સાથે દુષ્કર્મના થયાના સમાચાર અવારનવાર સાંભળવા મળે છે ત્યારે હાલમાં જ મોરબીની 22 વર્ષીય યુવતીને પ્રેમ જાળમાં ફસાવી શારીરીક સંબંધ બાંધી ગર્ભ રાખ્યાની ફરિયાદ નોંધવામાં આવી છે. જે અંતર્ગત મોરીબી પોલીસ બી ડીવીઝને વધુ તપાસ હાથ ધરી છે.
![મોરબીમાં 22 વર્ષની યુવતીએ નોંધાવી દુષ્કર્મની ફરીયાદ](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2935280-thumbnail-3x2-morabi.jpg)
માહિતી પ્રમાણે, મોરબી શહેરના મધ્ય વિસ્તારમાં રહેતી 22 વર્ષની યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, વીસીપરાના જીવણ જયંતી બારૈયા નામના યુવાને ભોગ બનનાર યુવતી સાથે પરિચયમાં આવી તેની સાથે પ્રેમસંબંધ બાંધ્યો હતો. જીવણે યુવતીને પત્નીની જેમ રાખવા મૈત્રી કરારનો ભરોસો આપી અનેક વખત મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી યુવતીને ગર્ભ રાખી દીધો છે. જેથી બી ડીવીઝન પોલીસે ભોગ બનનાર યુવતીની ફરિયાદને પગલે આરોપી વિરુદ્ધ દુષ્કર્મનો ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા કવાયત હાથ ધરીછે. તેમજ ભોગ બનનાર યુવતીના મેડીકલ ચેકઅપ કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે.