- આમરણ ગામમાં રહીને વર્ષો સુધી ગૌશાળામાં સેવા આપતા
- કોરોના પોઝિટિવ થયા છતાં જીવરાજભાઇ હિંમત હાર્યા ના હતા
- સંપૂર્ણ કાળજી રાખી હિંમત સાથે કોરોનાનો સામનો કરી કોરોનાને હરાવ્યો છે
મોરબીઃ આમરણ ગામના વતની જીવરાજભાઈ પરબતભાઈ ગડારા 103 વર્ષની ઉમરના છે, જે કોરોના સંક્રમિત થયા હતા. તાવ અને ગળામાં દુખાવાને પગલે રેપીડ ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તેઓ કોરોના પોઝિટિવ હોવાનું માલૂમ પડતા ફેમીલી ડોક્ટર પાસે સારવાર શરુ કરાવી હતી. હોમ આઈસોલેશનમાં રહીને તેમને ડોક્ટરના માર્ગદર્શન મુજબ દવાઓ લીધી હતી અને માત્ર 8 દિવસના ટૂંકાગાળામાં 103 વર્ષની ઉંમરે કોરોનાને માત આપી છે અને હાલ તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે. ત્યારે ગડારા પરિવાર પણ ખુશ જોવા મળે છે, જે પ્રસંગે તેમના પુત્ર અને મોરબી જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા જણાવે છે કે, તેઓ સેવાભાવી પ્રકૃતિના છે અને હાથ-પગ ચાલતા હતા, ત્યાં સુધી ગૌશાળામાં તેઓ સેવા આપતા હતા. હવે શરીર નાદુરસ્ત હોવાથી તેઓ મોરબી અમારી સાથે આવીને રહે છે. કોરોના પોઝિટિવ થયા છતાં તેઓ હિંમત હાર્યા ના હતા અને સંપૂર્ણ કાળજી રાખી હિંમત સાથે કોરોનાનો સામનો કરી કોરોનાને હરાવ્યો છે અને સમાજને પણ પ્રેરણા પૂરી પાડી છે.
આ પણ વાંચોઃજન્મદિવસે જ કોરોનાગ્રસ્ત 97 વર્ષીય જ્યોતિબાએ કોરોનાને માત આપી
જીવરાજભાઈએ હિંમત દાખવતા, સંતાનોમાં પણ હિંમત જોવા મળી