મોરબી: જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલા તથા ડીવાયએસપી રાધીકા ભારાઇના માર્ગદર્શન હેઠળ મોરબી બી ડીવીઝન ઇન્ચાર્જ પી.આઈ. આઈ.એમ.કોઢીયાની સુચનાથી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસ સ્ટાફની ટીમે નટરાજ ફાટક નજીક કેશર બાગ અંદર પાણીની ટાંકી પાસે જુગાર રમતા કિરણભાઈ પરસોતમભાઈ વાઘેલા, માણસુરભાઈ આલાભાઇ ગરચર, જનકભાઈ અનંતરાય દેવમુરારી, રાજુભાઈ લાભુભાઈ વાઘેલાને રોકડ રકમ રૂપિયા 33,700 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીમાં બે સ્થળેથી જુગાર રમતા 9 પત્તાપ્રેમી ઝડપાયા - મોરબી જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા
મોરબી શહેરના બી ડીવીઝન પોલીસે અલગ અગલ ટીમ દ્વારા બાતમીના આધારે કેશર બાગમાં જાહેરમાં જુગાર રમતા ચાર પત્તાપ્રેમી ઝડપાયા હતા. તેમજ ગાંધીસોસાયટીમાં વાડીમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને ઝડપી પાડી મોરબી બી ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી
જયારે અન્ય સ્થળે પેટ્રોલિંગમાં કરી રહેલ કિશનભાઈ મોતાણીનમે મળેલ બાતમીના આધારે પોલીસ સ્ટાફ અશોકભાઈ સારદીયા, ફિરોજભાઈ સુમરા, રમેશભાઈ રાઠોડ, કેતનભાઈ રબારી,લાલાભા ચૌહાણ સહિતની ટીમે મોરબીની ગાંધીસોસાયટી વાડીમાંથી જુગાર રમતા વસંતભાઈ ગોવિંદભાઈ ચાવડા, દાઉદભાઈ અબ્દુલભાઈ જુણેજા, ચંદુભાઈ પોપટભાઈ સિરોયા, નાથાજીભાઈ વિરજીભાઈ રાઠોડ અને મહેશભાઈ કુબેરભાઈ પરમારને રોકડ રકમ 22,060 સાથે મોરબી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.