મોરબી: શહેરમાં વધુ 5 કેસ અને વાંકાનેર શહેરમાં 2 કેસ સહિત મોરબી જિલ્લામાં વધુ 7 કેસો નોંધાયા છે, તો 4 દર્દીના મૃત્યુ થયા છે. જેકો, વધુ 20 દર્દીઓ કોરોના સામેનો જંગ જીતી ચુક્યા છે.
મોરબી જિલ્લામાં કોરોનાના વધુ 7 પોઝિટિવ કેસ, વધુ 4 દર્દીના મોત
ભારત સહિત સમગ્ર દેશમાં કોરોના વાઈરસ હાહાકાર મચાવી રહ્યો છે. ગુજરાતમાં પણ કોરોના વાઈરસના નવા કેસનો રાફડો ફાટ્યો છે. મોરબી જિલ્લામાં કોરોનાના વધુ 7 કેસ નોંધાતા મોરબીમાં કુલ આંક 390 થયો છે.
મોરબી જિલ્લાના કેસોમાં વાંકાનેર શહેરના વિવેકાનંદ સોસાયટીના 65 વર્ષના પુરુષ અને અમરનાથ સોસાયટીના 80 વર્ષના પુરુષ તેમજ મોરબી શહેરના સત્યમપાન વાળી શેરીના 75 વર્ષના પુરુષ, ગ્રીન ચોકમાં 50 વર્ષના મહિલા, પ્રાણનગર 2 રવાપર રોડના 20 વર્ષના પુરુષ, માળીયા વનાળીયા સોસાયટી સો ઓરડીના 60 વર્ષના મહિલા અને હાઉસિંગ બોર્ડ શનાળા રોડના 55 વર્ષના મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
વધુ 4 દર્દીના મોત થયા છે. જેમાં હળવદના બે, ટંકારા અને મોરબીના 1-1 દર્દીના કોરોનાને પગલે મોત થયા છે, તો વધુ 20 દર્દીઓ કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે. નવા 7 કેસો સાથે કુલ કેસનો આંક 390 થયો છે. જેમાં 123 એક્ટિવ કેસ, 236 દર્દીઓ સ્વસ્થ થયા છે, તો કુલ 31 દર્દીના મોત થયા છે.