ગુજરાત

gujarat

મોરબીમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા 7 પત્તાપ્રેમીઓ ઝડપાયા

By

Published : Aug 9, 2020, 4:42 PM IST

મોરબીમાં LCBની ટીમે બાતમીને આધારે મહેન્દ્રનગર પીપરવાડી તક્ષશિલા સ્કૂલ પાછળના મકાનમાં દરોડો પાડ્યો હતો અને જુગાર રમતા 7 પત્તાપ્રેમીઓને ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી હતી.

મોરબીમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા 7 પત્તાપ્રેમીઓ ઝડપાયા
મોરબીમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા 7 પત્તાપ્રેમીઓ ઝડપાયા

મોરબી: શહેરના મહેન્દ્રનગરમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા 7 પત્તાપ્રેમીઓ ઝડપાયા હતા.

મોરબી LCB ટીમને બાતમી મળતા મહેન્દ્રનગર પીપરવાડી તક્ષશીલા સ્કૂલ પાછળના મકાનમાં દરોડો કરીને જુગાર રમતા 7 પત્તાપ્રેમીઓને ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી હતી. મોરબી SP એસ આર ઓડેદરાના માર્ગદર્શન હેઠળ LCB ઇન્ચાર્જ PI જે એમ આલની ટીમે બાતમીને આધારે મહેન્દ્રનગર પીપરવાડી તક્ષશિલા સ્કૂલ પાછળના મકાનમાં દરોડો કર્યો હતો.

જેમાં જુગાર રમતા કિશોર ડાયાભાઇ દેસાઈ, રવિ દિનેશભાઈ ટેટીયા, ઉમંગ ભીખાભાઈ લોરિયા, હિરલ તળશીભાઈ કાવર, રાજેશ મોહનભાઈ પરમાર, હાર્દિક દિનેશભાઈ ભાડજા અને જતીન મનસુખભાઈ દેસાઈ રહે બધા મહેન્દ્રનગર વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂપિયા 88,500 જપ્ત કર્યો હતા.

ABOUT THE AUTHOR

...view details