મોરબી: લોકડાઉન દરમિયાન ગુજરાત રાજ્યના 25 જિલ્લામાંથી કુલ 656 લોકો મોરબી જિલ્લામાં પ્રવેશ કર્યો હોવાની વિગતો આરોગ્ય વિભાગે આપી છે. મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે એમ કતીરા અને ડૉ. સી એલ વારેવરિયા દ્વારા બહારના જિલ્લામાંથી આવેલા મુસાફરોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે.
કોરોના લોકડાઉન બાદ રાજ્યના 25 જિલ્લામાંથી 656 લોકો મોરબીમાં આવ્યા
હાલ દેશભરમાં કોરોના વાઈરસની મહામારીને પગલે લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે લોકડાઉનના 42 દિવસ વીતી ગયા છે. લોકડાઉન દરમિયાન ગુજરાત રાજ્યના 25 જિલ્લામાંથી કુલ 656 લોકો મોરબી જિલ્લામાં પ્રવેશ કર્યો હોવાની વિગતો આરોગ્ય વિભાગે આપી છે.
જેમાં મોરબી જિલ્લામાં રાજ્યના વિવિધ 25 જિલ્લામાંથી કુલ 656 લોકોએ મોરબી જિલ્લામાં પ્રવેશ કર્યો છે. લોકડાઉનના અમલ સમયથી લઈને અત્યાર સુધીમાં મોરબી જિલ્લામાં પ્રવેશેલા લોકોની વિગતો પર નજર કરીએ, તો અમદાવાદથી 178, અમરેલીથી 04, આણંદથી 2, કચ્છથી 19, અંક્લેશ્વરથી 1, બનાસકાંઠાથી 2, ભાવનગરથી 12, બોટાદથી 2, દાહોદથી 12, દ્વારકાથી 4, ગાંધીનગરથી 5, સુરેન્દ્રનગરથી 44, રાજકોટથી 167, હિમતનગરથી 1, જામનગરથી 39, જૂનાગઢથી 26, ખેડાથી 2, કોટાથી 3, મહેસાણાથી 7, નવસારીથી 17, પાટણથી 19, પોરબંદરથી 5, સાબરકાંઠાથી 1, સુરતથી 44 અને વડોદરાથી 40 સહીત કુલ 656 લોકો મોરબી જિલ્લામાં પ્રવેશ કર્યો છે.
આ અંગે ડૉ. વારેવાડીયા સાથેની વાતચીતમાં અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, અન્ય જિલ્લામાંથી પ્રવેશ કરેલા કુલ 656 લોકોની યાદી આરોગ્ય વિભાગ પાસે આવી છે. આ તમામ લોકોની પ્રાથમિક આરોગ્ય ચકાસણી કરવામાં આવી છે.