ગુજરાત

gujarat

ETV Bharat / state

વાંકાનેર બાઉન્ડ્રી પરથી ગેસના ટેન્કરમાં લઇ જવાતો 44.23 લાખનો દારૂ ઝડપાયો - પર્દાફાશ

મોરબી જિલ્લાની વાંકાનેર બાઉન્ડ્રી પરથી ગેસના ટેન્કરમાં લઇ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો હતો. મોરબી LCBએ ટેન્કરને ઝડપી 11,700 બોટલ(કિંમત રૂપિયા 44,23,860)નો દારૂ જપ્ત કર્યો હતો. આ ઘટનામાં મોરબી LCBએ એક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે અન્ય એક આરોપીને ફરાર જાહેર કરી તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

મોરબી LCB
મોરબી LCB

By

Published : Jan 17, 2021, 10:52 PM IST

  • વાંકાનેર બાઉન્ડ્રી પરથી ગેસના ટેન્કરમાં લઇ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો
  • મોરબી LCBએ ટેન્કરને ઝડપી 11,700 બોટલ રૂપિયા 44,23,860નો દારૂ જપ્ત કર્યો
  • મોરબી LCBએ એક આરોપીની ધરપકડ કરી

મોરબી : જિલ્લાના વાંકાનેર બાઉન્ડ્રી પરથી દારૂ ભરેલા ટેન્કર ઝડપી લીધા હતા. જે બાદ બીજા દિવસે LCB ટીમે ગેસના ટેન્કરમાંથી દારૂનો મસમોટો જથ્થો ઝડપી લીધો હતો. બુટલેગરો સૌરાષ્ટ્રમાં દારૂ ધૂસાડવા માટે અવનવા નુસકાઓ અપનાવે છે. જેને પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવી રહ્યા છે.

ગેસ ટેન્કરમાં વિદેશી દારૂનો જથ્થો ભરી રાજકોટ તરફ જતો હોવાની બાતમી મળી

મોરબી જિલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ LCB PI વી. બી. જાડેજાની સૂચનાથી LCB ટીમના PSI એન. બી. ડાભી સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પોલીસ સ્ટાફના જયવંતસિંહ ગોહિલ અને ભરત મિયાત્રાને બાતમી મળી હતી કે, અમદાવાદ તરફથી સહેફ કલરનું નાગાલેન્ડ પાર્સીંગનું એલપીજી ગેસ ટેન્કરમાં વિદેશી દારૂનો જથ્થો ભરી રાજકોટ તરફ જાય છે.

કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા 64,30,760ના મુદ્દામાલ સાથે રાજસ્થાની યુવક ઝડપાયો

આ બાતમીના આધારે LCB ટીમે તપાસ કરતા વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલા ટોલ પ્લાઝા ખાતે ટેન્કરની વોચમાં હોય દરમિયાન અમદવાદ તરફથી સફેદ કલરનું નાગાલેન્ડ પાસિંગનું ગેસ ટેન્કરને રોકી તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલ 11,700 નંગ કિંમત રૂપિયા 44,23,860, મોબાઈલ, ટેન્કરના કાગળો સહિત કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા 64,30,760ના મુદ્દામાલ સાથે રાજસ્થાનના વતની ગોરધનરામ અમેદારામ ચૌધરીને ઝડપી લીધો હતો. જ્યારે રામારામરાજી ખેતારામજી જાટનું નામ ખુલતા તેને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details