ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી માળિયા હાઈવે પર ફેકટરીમાં આગ લાગતા 6 વ્યક્તિઓ દાઝ્યા, - મોરબીમાં આગ અકસ્માત

મોરબી માળિયા હાઇવે પર આવેલ, રવાપર ગામ નજીક એક ફેકટરીમાં આગ લાગતા 6 લોકો દાઝી ગયા હોવાનું જાણવા મળ્યું છે. જેની જાણ થતા જ મોરબી ફાયરની ટીમ અને ૧૦૮ ની ટીમે દોડી જઈને કામગીરી હાથ ધરી હતી અને ધટના સ્થળે જઈને આગ પર કાબુ મેળવ્યો હતો.morbi fire accident, Morbi Malia highway, 6 people were burnt in a factory

Etv Bharatમોરબી માળિયા હાઈવે પર ફેકટરીમાં આગ લાગતા 6 લોકો દાઝી ગયા
Etv Bharatમોરબી માળિયા હાઈવે પર ફેકટરીમાં આગ લાગતા 6 લોકો દાઝી ગયા

By

Published : Sep 11, 2022, 7:22 PM IST

મોરબીઃરાજ્યમાં આજકાલ આગ લાગવાની ઘટનાઓ વધી રહી છે.તેવી જ એક ઘટના, મોરબી માળિયા હાઈવે (Morbi Malia highway ) પર આવેલ રવાપર ગામ તરફના રસ્તામાં આવેલ હોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં કોઈ કારણોસર આગ(morbi fire accident ) લાગી હતી.આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તેમાં અંદાજે 6 લોકો દાઝી(6 people were burnt in a factory) ગયા હતા.આગ લાગતાની જાણ થતાં મોરબી ફાયરની ટીમ અને ૧૦૮ ની ટીમ ઘટના સ્થળે આવી હતી.

આગ ગેસ લીકેજના કારણે લાગીઃફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. તેમજ ફાયર વિભાગના સુત્રોમાંથી માહિતી મળી હતી કે, પ્રાથમિક તપાસમાં આગ ગેસ લીકેજના કારણે લાગી હોવાનું અનુમાન લાગવવામાં આવ્યું હતું.ઘાયલોને સારવાર અર્થે 108ની ટીમના મહેન્દ્રનગર ટીમના પાયલોટ દલવાણી હનીફભાઈ તથા ઇએમટી દીપિકાબેન પરમાર અને લાલબાગ એમ્બ્યુલન્સના સ્ટાફ ઇએમટી શૈલેષભાઈ તથા પાઇલેટ અલ્પેશભાઈ દ્વારા તમામને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

ઈજાગ્રસ્તોના નામઃ

પવનભાઈ, નાગીનભાઈ, દેવાભાઈ, હસનભાઈ, દેવરાજભાઈ અને સીબુસિંગભાઇ

ABOUT THE AUTHOR

...view details