ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીના હળવદમાં જુગાર રમતા 6 ઝડપાયા, 3.85 લાખનો મુદ્દામાલ જપ્ત - ravi motwani

મોરબીઃ હળવદના રણમલપુર ગામમાં આવેલી વાડીની ઓરડીમાં જુગાર રમાતો હોવાની માહિતીને આધારે પોલીસે દરોડા પાડયા હતા. પોલીસની રેઈડમાં જુગાર રમતા 6 લોકોને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસ છાપામાં વાડીનો માલિક નાસી છૂટ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી 3.85 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.

હળવદના રણમલપુરમાં વાડીમાં જુગાર રમતા 6 ઝડપાયા 1 ફરાર, 3.85 લાખનો મુદ્દામાલ જપ્ત

By

Published : May 19, 2019, 8:23 PM IST

મોરબી જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલાની સૂચના અને માર્ગદર્શન હેઠળ હળવદના PI એમ. આર. સોલંકી અને PSI પી. જી. પનારા સહિતની ટીમે માહિતીના આધારે છાપો માર્યો હતો. રણમલપુર ગામમાં ગીરીશભાઈ જગદીશભાઈ પટેલની વાડીની ઓરડીમાં પાના-પત્તાનો જુગાર ચાલી રહ્યો હતો.

તે જ સમયે પોલીસે અચાનક રેઇડ પાડીને જુગાર રમી રહેલા ભરત મગન ગોપાણી, સુરેશ જગદીશ પારેજીયા, અશોક નાગજી કોળી, અજીત સોમા કોળી રહે, રમેશ રૂપા કોળી, નિઝામ વલીમંહમદ ભટ્ટીને દબોચી લીધા હતાં. જો કે, વાડીનો માલિક ગીરીશ જગદીશ પટેલ પોલીસને ચકમો આપી ફરાર થયો હતો.

પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 83,900, મોબાઇલ નંગ 4 કિંમત 2,000 અને ઈકો ગાડી નંબર GJ 36 B 8527 મળી કુલ 3,85,900નો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details