ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં જિલ્લા શિક્ષણ વિભાગ રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

વર્તમાન પરિસ્થિતિને જોતા અને જરૂરિયાતમંદોને રક્ત પહોંચાડવાના ઉદ્દેશથી મોરબીમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લાના શિક્ષણ વિભાગે રક્તદાન કેમ્પ યોજ્યો હતો. જેમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક અને સ્વનિર્ભર શાળાના શિક્ષકોએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું. આ કેમ્પમાં કુલ 571 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.

By

Published : Jan 23, 2021, 8:45 AM IST

મોરબીમાં 571 શિક્ષકોએ રક્તદાન કર્યુું
મોરબીમાં 571 શિક્ષકોએ રક્તદાન કર્યુું

  • મોરબીમાં શિક્ષકો માટે યોજાયો રક્તદાન કેમ્પ
  • મોરબી જિલ્લા શિક્ષણ વિભાગે કેમ્પનું કર્યું આયોજન
  • પ્રાથમિક, માધ્યમિક, ઉ. માધ્યમિક શાળાના શિક્ષકોએ કર્યું રક્તદાન
  • આ રક્તદાન કેમ્પમાં કુલ 571 બોટલ રક્ત એકત્રિત કરાયું

મોરબીઃ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારીના માર્ગદર્શન હેઠળ તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના તમામ સંગઠનોએ રક્તદાન કેમ્પમાં જરૂરી સહયોગ પૂરો પાડ્યો હતો. રક્તદાતાઓને દીવાલ ઘડિયાળ પણ ભેટમાં આપવામાં આવી હતી. આ ઉપરાંત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને ખાનગી હોસ્પિટલ તરફથી રક્તદાતાઓને રક્તદાન કરવા બદલ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.

પ્રાથમિક, માધ્યમિક, ઉ. માધ્યમિક શાળાના શિક્ષકોએ કર્યું રક્તદાન

ધારાસભ્ય અને અગ્રણીઓ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા

આ કેમ્પમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજા, જિલ્લા વિકાસ અધકારી, કડવા પાટીદાર કેળવણી મંડળના સંચાલક ટ્રસ્ટી વલમજી અમૃતિયા, બેચર હોથી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષણ વિભાગને કોરોના કાળમાં આવા માનવતા પૂર્ણ કાર્ય બદલ અભિનંદન અને ધન્યવાદ પાઠવ્યા હતા. કેમ્પને સફળ બનાવવા તાલુકા જિલ્લાના તમામ સંગઠનો અને શિક્ષકોએ મહેનત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details