ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા કર્તવ્યનિષ્ઠ 5 પોલીસકર્મીના સન્માન કરાયા - morbi local news

મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા દર વર્ષે કર્મનિષ્ઠ કર્મચારી અને પ્રમાણિક વેપારીઓ તેમજ પોલીસ કર્મચારીઓના સન્માન કરાતા હોય છે. જોકે હાલ કોરોના મહામારીને પગલે જાહેર સમારોહ મોકૂફ રાખવામાં આવ્યો હતો. આથી મંગળવારે ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજી મહેતા, ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા પ્રમુખ ગૌતમ વામજા અને રામભાઈ મહેતા સહિતના અગ્રણીઓએ SP કચેરી ખાતે પાંચ પોલીસ કર્મચારીઓને સન્માનિત કર્યા હતા.

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા કર્તવ્યનિષ્ઠ પાંચ પોલીસ કર્મચારીના સન્માન કરાયા
મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા કર્તવ્યનિષ્ઠ પાંચ પોલીસ કર્મચારીના સન્માન કરાયા

By

Published : Nov 24, 2020, 7:15 PM IST

  • ગ્રાહક સુરક્ષા દ્વારા પોલીસ જવાનોના કરાયા સન્માન
  • પાંચ કર્મનિષ્ઠ પોલીસ જવાનોનું પ્રમાણ પ્રત્ર દ્વારા સન્માન
  • એસપી અને ગ્રાહક સુરક્ષા પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત


મોરબીઃ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા દર વર્ષે કર્મનિષ્ઠ કર્મચારી અને પ્રમાણિક વેપારીઓ તેમજ પોલીસ કર્મચારીઓના સન્માન કરાતા હોય છે. જોકે હાલ કોરોના મહામારીને પગલે જાહેર સમારોહ મોકૂફ રાખવામાં આવ્યો હતો. આથી મંગળવારે ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજી મહેતા, ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા પ્રમુખ ગૌતમ વામજા અને રામભાઈ મહેતા સહિતના અગ્રણીઓએ SP કચેરી ખાતે પાંચ પોલીસ કર્મચારીઓને સન્માનિત કર્યા હતા.

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા કર્તવ્યનિષ્ઠ 5 પોલીસકર્મીના સન્માન કરાયા
ગ્રાહક સુરક્ષા દ્વારા પોલીસ જવાનોના કરાયા સન્માનમોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા જીલ્લા એસપીના હસ્તે મહિલા પોલીસ મથકના નેહલ ખડીયા, દિનેશ દવે, ટ્રાફિક શાખાના ચંદુ બાવરીયા, એ ડીવીઝન પોલીસ મથકના નિર્મળસિંહ જાડેજા અને ટ્રાફિક શાખાના જીતેન્દ્ર ગઢવી સહિત પાંચ પોલીસ કર્મચારીઓને સન્માનિત કરાયા હતા.

પાંચ કર્મનિષ્ઠ પોલીસ જવાનોને આપ્યા પ્રમાણપત્ર

મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા કર્તવ્યનિષ્ઠ અને પ્રમાણિકતાથી ફરજ નિભાવતા પાંચ પોલીસ કર્મચારીઓને પ્રમાણપત્ર એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details