ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના હોટસ્પોટ અમદાવાદ અને મહારાષ્ટ્રથી 5 લોકોની મોરબીમાં ઘુષણખોરી - સિવિલ હોસ્પિટલ

કોરોના વાઈરસના ફેલાવાને ધ્યાનમાં રાખીને દેશભરમાં 3 મે સુધી લોકડાઉન કરવામાં આવ્યું છે. અમદાવાદ અને મહારાષ્ટ્ર કોરોના હોટસ્પોટ છે. આ હોટસ્પોટ વિસ્તારમાંથી 5 લોકોએ મોરબી જિલ્લામાં ઘુષણખોરી કરી હતી. પોલીસે તેમની સામે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા તેમને સારવાર અપાઈ રહી છે.

5 people infiltrate Morbi from Corona hotspots Ahmedabad and Maharashtra
કોરોના હોટસ્પોટ અમદાવાદ અને મહારાષ્ટ્રમાંથી 5 લોકોની મોરબીમાં ઘુષણખોરી

By

Published : Apr 19, 2020, 3:57 PM IST

મોરબી: હાલ કોરોના વાઈરસની મહામારી નિર્ણાયક તબક્કામાં છે. કોરોનાનો સૌથી વધુ કહેર અમદાવાદ અને મહારાષ્ટ્રમાં છે. જ્યાથી 5 લોકો મોરબી જિલ્લાના વિવિધ ગામોમાં ઘુસી આવ્યા હતા. જેથી તંત્રમાં દોડધામ મચી હતી. બહારથી આવેલા આ 5 લોકોને કોરોન્ટાઈન કરાયા છે.

ગુજરાતમાં કોરોનાનો સૌથી વધુ કહેર અમદાવાદમાં જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે અમદાવાદ જેવા હોટસ્પોટમાંથી 4 લોકો મોરબી જિલ્લામાં ઘુસી આવ્યા હતા. અમદાવાદની 2 મહિલા અને 1 બાળક હળવદના કવાડિયામાં જયારે હળવદના દેવળિયામાં 1 પુરૂષ અમદાવાદથી આવી ગયો હતો. આ અંગે જાણ થતા હળવદ આરોગ્ય વિભાગની ટીમે તમામ 4 લોકોની આરોગ્ય તપાસ કરી હતી. જેમાં કવાડિયા ગામમાં આવેલી મહિલાને શરદીના લક્ષણો જોવા મળ્યા હતા. આરોગ્ય તંત્રએ તમામ 4 લોકોને હોમ ક્વોરોન્ટાઈન કર્યા છે.

મહારાષ્ટ્રથી એક શ્રમિક ટંકારા આવી પહોંચ્યો

મહારાષ્ટ્રથી એક યુવાન શ્રમિક મોરબી જિલ્લાના ટંકારા ખાતે આવી પહોંચ્યો હતો. આ શ્રમિક માલવાહક વાહનમાં ચોટીલા સુધી પહોંચ્યો હતો. બાદમાં રાજકોટથી ટંકારા આવ્યો હતો. આ શ્રમિકને પણ હાલ ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે કોરોન્ટાઈન કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details